મુંબઇ,તા.૧૮
નબળા વૈશ્વિક સંકેતને પગલે ભારતીય બજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ ખરાબ રહ્યો હતો. આજે સતત ચોથા દિવસે ભારતીય શેર બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે ૨.૦૧ ટકા એટલે કે ૧૧૭૨.૧૯ પોઈન્ટ તૂટીને ૫૭૧૬૬.૭૪ પર બંધ રહ્યો હતો. નિફ્ટી આજે ૧.૭૩ ટકા એટલે કે ૩૦૨ પોઇન્ટ તૂટીને ૧૭૧૭૩.૬૫ પર બંધ રહ્યો હતો. ઇન્ટ્રાડે દરમિયાન સેન્સેક્સ ૧૨૦૦થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો. આજે ઇન્ફોસિસના શેરમાં બે વર્ષમાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો હતો. ઇન્ફોસિસે આખા આઈટી સેક્ટર્સનો મૂડ ખરાબ કરી નાખ્યો હતો. જેના પગલે ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક જેવા આઈટી દિગ્ગજ શેરોમાં પણ ગાબડાં પડ્યાં હતાં. પરિણામ બાદ આજે એચડીએફસી બેંકનો શેર પણ ધોવાયો હતો. એચડીએફસી બેંકનું પરિણામ અપેક્ષા પ્રમાણે ન હોવાથી શેર પર દબાણ જોવા મળ્યું હતું. આ દરમિયાન સરકારને છૂટક મોંઘવારીને સાથે સાથે જથ્થાબંધ મોઘવારીના મોરચા પર પણ સરકારને ઝટકો લાગ્યો હતો. માર્ચમાં જથ્થાબંધ મઘવારીનો દર ફેબ્રુઆરીના ૧૩.૧૧ ટકા સામે ૧૪.૫૫ ટકા રહ્યો હતો. બજારમાં આવેલા ઘટાડાના વિવિધ કારણો જોઇએ ૨૦૨૨ના વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં ચીનનો જીડીપી ગ્રોથ ૪.૮ ટકા રહ્યો છે, જે ગત ત્રિમાસિક એટલે કે ચોથા ત્રિમાસિકમાં ચાર ટકા હતો. આ આંકડા માર્ચ મહિનામાં ચીનમાં કોરોનાના ફેલાવા છતાં અપેક્ષા કરતા સારા રહ્યા છે. જોકે, જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનમાં કોવિડને પગલે લાગલા સંપૂર્ણ ઝટકાના આંકડા આમાં સામેલ નથી, કારણે શાંઘાઈને બાદ કરતા ચીનના અન્ય શહેરોમાં પણ લૉકડાઉન લાગૂ થયું હતું, જે દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર છે. આ ઉપરાંત ચીનની કેન્દ્રીય બેંકે વીકેન્ડ દરમિયાન મોટાભાગની બેંકો માટે આરઆરઆર ૨૫ બેસિસ પોઇન્ટ્સના ઘટાડાની જાહેરાત કરી છે. જોકે, ચીનની સેન્ટ્રલ બેંકે પોતાના વ્યાજદરોમાં કોઈ ઘટાડો કર્યો નથી. નિષ્ણાતોનું માનવું છે કે ચીન તરફથી પોતાના અર્થતંત્રને રાહત આપવા માટે ઉઠાવવામાં આવેલા પગલાં ઓછા છે. જેની નાકારાત્મક અસર માર્કેટ પર જોવ૭ા મળી શકે છે.
માર્ચ મહિનામાં છૂટક મોંઘવારી દર ૬.૯૫ ટકા હતો. ઝ્રદ્ગમ્ઝ્ર-્ફ૧૮ના પોલમાં આ દર ૬.૨૮ ટકા રહેવાનું અનુમાન હતું. સીટી એચએસબીસી અને કોટક જેવા બ્રોકરેજ તરફથી આ વર્ષ માટે પોતાના મોંઘવારી દરનું અનુમાન વધારવામાં આવ્યું છે. આ સાથે જ એવો અંદાજ લગાવવામાં આવ્યો છે કે આરબીઆઈ રેપો રેટમાં છ વખત વધારો કરી શકે છે.સીટી એચએસબીસીના અંદાજ પ્રમાણે એપ્રિલ ૨૦૨૩ સુધી રેપો રેટ ૫.૫ ટકા સુધી પહોંચી શકે છે. હાલ રેપો રેટનો દર ૪ ટકા છે.
ઇન્ફોસિસમાં બે વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. ઇન્સોસિસના પરિણામોએ આખા સેક્ટરનો મૂડ ખરાબ કરી નાખ્યો છે. જેના કારણે ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક જેવા આઈટી દિગ્ગજ શેર્સમાં પણ ઘટાડો આવ્યો છે. પરિણામ બાદ નિષ્ણાતોએ ઇન્ફોસિસનું માર્જિન અનુમાન પણ ઘટાડી દીધું છે. ત્નીકકીિૈીજ ૈંહઙ્ઘૈટ્ઠ તરફથી ઇન્ફોસિસના માર્જિન અંદાજમાં ૧ થી ૧.૭ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ જ રીતે બ્રોકરેજ હાઉસ નોમુરાનું કહેવું છે કે નાણાકીય વર્ષ ૨૦૨૩માં ઇન્ફોસિસના એબિટ માર્જિનમાં વાર્ષિક ધોરણ એક ટકાનો ઘટાડો આવી શકે છે. સપ્લાઈ ઘટવાની આશંકાને પગલે અને ઇયુ તરફથી રશિયા પર લગાવવામાં આવનારા સંભવિત પ્રતિબંધને પગલે ક્રૂડની કિંમત ૧૧૩ ડૉલરને પાર થઈ ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ એક અઠવાડિયામાં ૯.૫ ટકા વધ્યો છે. બીજી તરફ ઓપેક દેશો લક્ષ્યથી ઓછું ઉત્પાદન કરી રહ્યા છે, જેના પગલે બ્રેન્ટમાં સતત તેજી આવી રહી છે. વૈશ્વિક બજારમાંથી નબળા સંકેત મળી રહ્યા છે. આ વાતની અસર ભારતીય શેર બજાર પર પડી રહી છે. અંતિમ ટ્રેડિંગ દિવસે અમેરિકાના બજારો ઘટાડો સાથે બંધ થયા હતા.અમેરિકન બોન્ડ યીલ્ડ અને ડૉલરમાં વધારો જોવા મળ્યો હતો. બજારમાં અમેરિકા ઉપરાંત અન્ય દેશો પણ પોતાની મોદ્રિક નીતિઓને કડક કરે તેવા સંકેત મળી રહ્યા છે. બજાર નિષ્ણાતોનું માનવું છે કે વિશ્વમાં વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે દુનિયાભરના તમામ મોટા અર્થતંત્રો કોવિડ ૧૯ મહામારી દરમિયાન આપવામાં આવેલી છૂટ પરત લેવાની શરૂઆત કરશે. આ જ કારણે વૈશ્વિક સંકેત નબળા લાગી રહ્યા છે. આની જ અસર ભારતીય બજાર પર જવા મળી રહી છે.