ભાલ પ્રદેશના ગણેશગઢ ગામે મંત્રી વિભાવરીબેન દવેએ રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી હતી. ગામના સરપંચતથા તલાટી અને મનરેગા અંતર્ગત ચાલતા કામોની વિગતો મેળવતા અધિકારી દ્વારા અધુરી વિગતો આપતા અસંતોષ વ્યકત કર્યો હતો. તેમજ ગામના લોકોને રોજગારી મળે અને ગામના તળાવ ઉંડા થાય વરસાદ આવે તળાવો ભરાય જેથી કુવાના પાણીના તળ ઉંચા આવે તો સૌરાષ્ટ્રના વિસ્તારો પાણી વિહોણા અને દુષ્કાળ ગ્રસ્ત હોવાથી આ સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ચેકડેમો ઉંડા ઉતારવાથી લોકોને પાણીનો લાભ ખેતીમાં, પીવામાં ઉપયોગ કરી શકાશે. મનરેગા યોજનામાં ચાલતા કામો થકી લોકોને ૧૦૦ દિવસનુ કામ મળે રોજગારી ગામના લોકોને મળે અને સમયસર કામનુ મહેનતાણુ ચુકવાય તેની કાળજી રાખવા અને જોબકાર્ડ મુજબ ચકાસણી કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી હતી.