નંદકુંવરબા કોલેજમાં ફેશન ડીઝાઈનીંગ ફ્રી વર્કશોપનો પ્રારંભ

236

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ફેશન ડીઝાઈનીંગ વિભાગ દ્વારા વિધાર્થીનીઓ માટે ફેશન ડીઝાઈનીંગના ફ્રી વર્કશોપ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્કશોપ તા. ૧૯-૦૪ થી ૩૦-૦૪ સુધી ચાલશે. આ વર્કશોપના ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત નંદકુવરબા મહિલા કોલેજના મેને. ડાયરેક્ટર રવિન્દ્રસિંહ સરવૈયા એ જણાવ્યું હતું કે ફેશન એ આજની જરૂરિયાત છે. આ ઉપરાંત દરેક વ્યક્તિમાં એક કળા છુપાયેલી હોય છે. આ કળા એ કુદરતના આશીર્વાદ છે પરતું યોગ્ય માર્ગદર્શન નહિ મળવાના કારણે આ કળા બહાર આવતી નથી આ વર્કશોપમાં જુદી જુદી ઇવેન્ટ દ્વારા પોતાનામાં રહેલી કળાઓ બહાર લાવી શકાશે અને આ વર્કશોપ નું ભાથું જીવનભર ઉપયોગી થશે તેવી આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ વિધાર્થીનીઓને શુભેચ્છા આપી હતી. આ વર્કશોપમાં વેસ્ટમાંથી બેસ્ટ, ગ્લાસ પેઇન્ટિંગ, ચોકલેટ બુકે, ભરતકામ, ફ્લાવરપોટ, અલગ અલગ પ્રકારના ડિઝાઈનીંગ ગીફ્ટ પેકિંગ, બર્થડે કાર્ડ તથા અલગ અલગ તહેવારોમાં ઘરને કેવી રીતે સુશોભિત કરવું તથા સૌરાષ્ટ્રની પરંપરાગત પહેરવેશ માં બાંધણી નો સૌથી વધુ ઉપયોગ થતો હોય છે. આ બાંધણી માં અલગ અલગ કલર કેવી રીતે કરવો આવી વિવિધ ઇવેન્ટો આ વર્કશોપમાં વિધાર્થીનીઓને શીખવાડવામાં આવશે.

Previous articleનાનકડા બાળકોને રમકડાં અને બાલ-આહારનાં પેકેટોનું વિતરણ સેવાકાર્ય કરાયું
Next articleરેડક્રોસ બ્લડબેકના સહયોગથી આહીર સમાજ દ્વારા કરદેજ ખાતે રક્તદાન કેમ્પ