લાખોની કિંમતની બેગ સાથે નોરાનો કિલર સમર લૂક વાયરલ

58

મુંબઈ,તા.૨૦
બોલિવૂડની બોલ્ડ એન્ડ હોટ એક્ટ્રેસ તરીકે ઓળખાતી નોરા ફતેહી તેના ડાન્સ જ નહીં, પણ ડ્રેસિંગ સેન્સ માટે પણ ખાસ્સી જાણીતી છે. નોરાને વર્તમાન સમયની ટ્રેન્ડ સેટર કહેવામાં આવે તો પણ ખોટું નથી, કારણ કે યંગ જનરેશન તેની સ્ટાઇલ અને ફેશનને છૂટથી ફૉલો કરી રહી છે. નોરાના તમામ ડ્રેસ તેને બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ લૂક તો આપે જ છે, સાથે જ આ એક્ટ્રેસ ડ્રેસને કેવી રીતે ક્યાં કૅરી કરવાનો છે તે પણ સારી રીતે જાણે છે. તેનો સ્ટાઇલિશ વોર્ડરોબ પણ લોકોને આકર્ષિત કરે છે. અહીં જૂઓ, નોરાના સાડીથી લઇ ગાઉન જેવા ડ્રેસને કોન્ફિડન્ટ સાથે કૅરી કરતી નોરાનો પિંક ડ્રેસમાં ક્યૂટ લૂક. નોરાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેણે પિંક કલરનો પોલકા પ્રિન્ટ ડ્રેસ પહેર્યો હતો. વન શોલ્ડર પેર્ટનમાં ડૉલ જેવી દેખાતી નોરાના આ ડ્રેસમાં ફ્રિલ્સ સાથે ડિટેઇલિંગ કરવામાં આવ્યું હતું. નોરાએ આ ડ્રેસમાં જે બેલ્ટ પહેર્યો હતો તેના કારણે તેનું ટોન્ડ ફિગર આબાદ ફ્લોન્ટ થઇ રહ્યું હતું. વેસ્ટલાઇનની નીચે આ ડ્રેસને ફજ્ડ ફ્રી રાખવામાં આવ્યું હતું. એકદમ આરામદાયક દેખાવ આપતા આ આઉટફિટના કાપડ સાથે મેચિંગ ઇનર લગાવવામાં આવ્યું હતું. ડ્રેસ હવામાં ઉડી રહ્યો હોય તેવા પોઝમાં નોરાની ખૂબસુરતી આબાદ કેમેરામાં ઝડપાઇ ગઇ હતી. એમ્બેશિલ્ડ પિન્ક સ્ટીલેટોઝ વેર સાથે એક્સેસરીઝમાં નોરાએ ચંકી પર્લ સ્ટડ્‌સ, મેચિંગ સ્ટેટમેન્ટ રીંગ પહેરી હતી. જ્યારે ગ્લેમ લૂક માટે બ્લશિંગ સાથે મેકઅપમાં ડેવી બેઝ્‌ડ, આઇશેડો, વિન્ગ્ડ આઇલાઇનર, લેશિઝ પર હેવી મસ્કારા અને બ્રાઇટ પિન્ક લિપસ્ટિક અપ્લાય કરી હતી.
નોરના હાથમાં જે મીની વ્હાઇટ બેગ દેખાય છે તેની કિંમત સાંભળીને તમારાં હોશ ઉડી જશે. આ બેગને તેણે લક્ઝરી બ્રાન્ડ ર્ડ્ઢૈમિાંથી ખરીદી હતી, જેની કિંમત ઓફિશિયલ વેબસાઇટ પર પ્રાઇઝ ૩,૭૧,૯૯૫ રૂપિયા હતી. નોરાનો પિંક મિડી ટ્યૂલ ડ્રેસ ફેશન ડિઝાઇનર ગૌરી એન્ડ નૈનિકાના કલેક્શનમાંથી હતો.

Previous articleરેડક્રોસ બ્લડબેકના સહયોગથી આહીર સમાજ દ્વારા કરદેજ ખાતે રક્તદાન કેમ્પ
Next articleકોહલી માનસિક રીતે થાકી ગયો છે તેને ૬ મહિનાનો બ્રેક લેવો જોઈએ : રવી શાસ્ત્રી