છેલ્લા કેટલાક સમયથી ઘોઘા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સરકારી અનાજનો કાળા બજારી થતી હોવાનું લોક મુખે ચર્ચાય રહ્યું હતુ,સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર ઘોઘા તેમજ ગ્રામ્ય પંથકમાં સરકારી અનાજની દુકાનોમાંથી છઁન્,મ્ઁન્ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકને ઘઉં અને ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે સાથે જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ વ્યક્તિ દીઠ ૫ કિલો અનાજ પણ મફતમાં આપવામાં આવે છે,ગ્રાહકો દ્વારા સસ્તા અનાજની આ દુકાનો પરથી અનાજ લઈને ઘોઘા ગામના કરીયાણાના વેપારીઓ અને બહાર ગામથી વાહન લઈને આવતા કાળા બજારીયાને આ અનાજનો જથ્થો બારોબાર વેંચી મારવાનું સામે આવ્યું છે,અનાજનો વેપાર કરતા આ કાળા બજારીયાઓનો ઘોઘા શહેર અને પંથકમાં રાફડાઓ ફાટયા છે,કરીયાણાની દુકાન ધરાવતા અને કાળા બજારી કરતા આ વેપારીઓ દ્વારા ગ્રાહકોને લાલચ આપીને ૧૦ થી ૧૨ રૂપિયે કિલો ઘઉં અને ચોખાની ખરીદી કર્યા બાદ તેને ૧૮ થી ૨૦ રૂ.જેવી રકમમાં વહેંચે છે,રેશન શોપ પર જેવું અનાજ વિતરણ ચાલુ થયું છે એવી ખબર પડતાં જ આ કાળા બજારીયા ઘોઘા ગામ અને પંથકમાં વાહન અને વજન કાંટા લઈને નીકળી પડી સરકારી અનાજની સસ્તા ભાવે ખરીદી કરીને ગરીબોનું અનાજ વેચાવી રહયા છે,ત્યારે અનાજના કાળાબજાર કરતા આવા વેપારીઓની દુકાનો પર પુરવઠા વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવે અને તેમને ત્યાં સ્ટોકમાં રહેલ અનાજના જથ્થાના બિલો માંગવામાં આવે તો અનાજ માફિયાઓની સમગ્ર હકીકત બહાર આવે એમ છે,તેમજ કાળાબજારી કરતા આવા વેપારીઓ સામે લાલઆંખો કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
રિપોર્ટર નીતિન મેર