સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સી.ઈ.ડી અને જીલ્લા ઉદ્યોગકેન્દ્રનાં સંયુક્ત ઉપક્રમે નિકાસના પ્રારંભ અંગે સેમીનાર યોજાયો

42

મુખ્ય વક્તા તરીકે ફેડરેશન ઓફ ઈન્ડીયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનનાં વેસ્ટર્ન રીઝીયનનાં હેડ જયપ્રકાશભાઈ ગોયેલ ઉપસ્થિત રહ્યા
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સી.ઈ.ડી અને જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર-ભાવનગર નાં સંયુક્ત ઉપક્રમે એક્ષ્પોર્ટ વિષય અંતર્ગત માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વક્તા તરીકે ફેડરેશન ઓફ ઈન્ડીયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશન(FIEO)નાં વેસ્ટર્ન રીઝીયનનાં હેડ જયપ્રકાશભાઈ ગોયેલ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્ર ચેમ્બરનાં પ્રમુખ કિરીટભાઈ સોનીએ જણાવેલ કે ભાવનગર જીલ્લામાંથી દિનપ્રતિદિન એક્ષ્પોર્ટનું પ્રમાણ વધતું જાય છે તે બાબત આપણા સૌ માટે ઉત્સાહજનક છે. ભાવનગર જીલ્લો એક્ષ્પોર્ટનું હબ બને તે માટે સરકાર અને સૌરાષ્ટ્ર ચેમ્બર સતત પ્રયત્નશીલ છે આ માટે એક્ષ્પોર્ટ અને લોજીસ્ટીકને લગતા વિવિધ વિષયો અંતર્ગત અવારનવાર નિષ્ણાંતોને નિમંત્રિત કરી માર્ગદર્શન સેમિનારોનું આયોજન કરવામાં આવે છે. મને વિશ્વાસ છે કે આપણા સૌના સહિયારા પ્રયત્નોનાં કારણે ભાવનગર જીલ્લો એક્ષ્પોર્ટનું હબ બનશે. મુખ્ય વક્તા ફેડરેશન ઓફ ઈન્ડીયન એક્ષ્પોર્ટ ઓર્ગેનાઈઝેશનનાં જયપ્રકાશભાઈ ગોયેલે જણાવ્યું હતું કે નિકાસ એટલે દેશની બહાર માલ મોકલવો અને દેશમાં વિદેશી હુંડીયામણ મેળવવું. આજના વિશ્વમાં દરેક દેશને આયાત કરવાની જરૂર છે કારણ કે તેઓ તમામ જરૂરી ઉત્પાદનો અથવા સેવાઓમાં આત્મનિર્ભર નથી અને તેથી તેમની આયાતને નાણા આપવા માટે નિકાસ મહત્વપૂર્ણ બની જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફોરજીન ટ્રેડ પોલીસી મુજબ લગભગ ૯૯ ટકા ઉત્પાદનો કોઈપણ પરવાનગી વિના નિકાસ કરી શકાય છે પરંતુ પ્રક્રિયાને અનુસરવાની જરૂર છે. તેમણે માહિતી આપી હતી કે ગયા વર્ષે નિકાસ સૌથી વધુ ૪૧૯ બિલિયન ડોલર હતી જે અગાઉના વર્ષ કરતા લગભગ ૪૩ ટકા વધુ છે અને નીતિ આયોગ દ્વારા નિકાસ તૈયારી સૂચકાંકમાં ગુજરાત પ્રથમ ક્રમે છે. ઉદ્યોગ સાહસિકો કેવી રીતે નિકાસ કરી શકે તે અંગે પણ તેમણે વિસ્તૃત જાણકારી આપી હતી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર પ્રકાશભાઈ તડવીએ પ્રાસંગિક પ્રવચન કરી નિકાસકારોને પ્રોત્સાહિત કર્યા હતા, ઉપસ્થિત શ્રોતાઓને એક્ષ્પોર્ટને લગતા મૂંઝવતા પ્રશ્નો અંગે નિષ્ણાંત વક્તાએ સુંદર પ્રત્યુતરો આપેલ.
આ પ્રસંગે સૌરાષ્ટ્ર ચેમ્બરનાં હોદેદારો, મેનેજીંગ કમિટીના સભ્યો, વિવિધ એસોસિએશનના હોદેદારો અને એક્ષ્પોર્ટ કરી રહેલા અને એક્ષ્પોર્ટ કરવા ઈચ્છુક ઉદ્યોગ સાહસિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,

Previous articleડિવિઝનલ રેલવે મેનેજરે ભાવનગર ડિવિઝનના ૭ કોમર્શિયલ કર્મચારીઓને ટિકિટ ચેકિંગમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કર્યા
Next articleજીજ્ઞેશ મેવાણીની ધરપકડ થતા શહેરમાં દેખાવો