નંદાલય હવેલી પર આજથી વલ્લભાખ્યાન કથા સાથે ચાર દિવસ યોજાશે ધર્મોત્સવ

37

જગદ્‌ ગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં આયોજન
સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર આગામી ૨૬ એપ્રિલ મંગળવારે શ્રીમદ વલ્લભાચાર્યજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂ. નવનીતલાલજી મહારાજ એવમ પૂજ્ય આનંદ બાવાની આજ્ઞા તથા માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક આયોજન થયેલ છે. તા ૨૨ થી ૨૫ એપ્રિલ દરરોજ સાંજે ૪.૩૦ થી ૭.૩૦ પુષ્ટિમાર્ગ સંપ્રદાયના પ્રસિધ્ધ કથાકાર જેમીનીભાઈ શાસ્ત્રીજી દ્વારા વલ્લભાખ્યાન પર કથા તથા દરરોજ સાંજે ૭.૩૦ થી ૮ છબીલાજી પ્રભુના વિવિધ મનોરથના દર્શન થશે.
તા. ૨૪/૪ રવિવારે સાંજે ૭ થી ૧૦ સમૂહ માળા પહેરામણી મનોરથનું આયોજન થયેલ છે. તા ૨૬/૪ મંગળવારે મહાપ્રભુજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં સવારે ૬ વાગે પૂ. વલ્લભકુળ આચાર્યોના પાવન સાનિધ્યમાં પ્રભાતફેરી તથા નંદાલય હવેલીની પ્રદક્ષિણા તેમજ સમૂહ પાઠ થશે. સવારે ૧૦.૪૫ વાગે છબીલાજી પ્રભુના ફૂલ મંડળી અને તિલકના દર્શન થશે . સાંજે ૬ થી ૮ દરમિયાન પાઠશાળાના બાળકો દ્વારા મંગલાચરણ, નાટિકા, સખી મંડળના બહેનો દ્વારા રાસ, પૂજ્ય આચાર્ય-ચરણોના વચનામૃત, કેસર સ્નાન, વધાઈ કીર્તન થશે. ત્યારબાદ ડંકા નિશાન કીર્તન મંડળી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે. ત્યારબાદ નંદ મહોત્સવ તથા ગીરિકન્દ્રા મનોરથના દર્શન થશે. સમગ્ર આયોજનમાં જોડાવવા નંદાલય હવેલી ઉત્સવ સંકલ્પ સમિતિ દ્વારા સર્વે વૈષ્ણવોને આમંત્રણ અપાયું છે.

Previous articleકોંગો ફીવરને લીધે સિહોર તાલુકાના રામધરી ગામમાં એક મહિલાનું શંકાસ્પદ મોત
Next articleશિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી