શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે ૯૭ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર નિદાન અને સારવાર કરવામાં આવી

69

અંધત્વ નિવારણ સોસાયટીના સહકારથી ૪૩૬ મો પ્રભુકૃપા નેત્ર યજ્ઞ યોજાયો
જે લોકોની આંખ જતી રહે છે. તેમના માટે જગત અંધકારમય બની જાય છે. કારણ કે, આવાં લોકો પોતાની રીતે કાર્ય કરી શકતાં નથી. પોતાના કાર્ય માટે બીજાના પર નિર્ભર રહેવું પડે છે. આવાં લોકોના જીવનમાં પ્રકાશ પાથરવાં માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સમયાંતરે નેત્ર કેમ્પ યોજીને તેઓ ફરીથી તેમની આંખે જોતાં થાય તેવાં વિવિધ નિઃશૂલ્ક નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવે છે.

આવાં જ એક ઉપક્રમના ભાગરૂપે ભાવનગરનાં સ્વ.ઇન્દુકાંતા ગુણવંતરાય પારેખની સ્મૃતિમાં યોગેન્દ્રભાઈ કાંતિલાલ શાહના સૌજન્ય થી શિશુવિહાર સંસ્થામાં ૪૩૬ મો નેત્રયજ્ઞ યોજાયો હતો. તેમજ સ્વ. વડીલોની સ્મૃતિમાં ભાવનાબહેન જાગ્રતભાઈ ભટ્ટનાં સૌજન્યથી ૪૩૭ મો નેત્રયજ્ઞ તા. ૨૨ એપ્રિલના રોજ શિશુવિહારના પ્રાંગણમાં યોજાયો હતો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૯૭ દર્દીઓની આંખ તપાસ ડૉ. શુભમ સાહેબની ટીમ દ્વારા કરવામાં આવી હતી. જે તમામને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ મોતીયા બિંદની સર્જરી માટે ૧૩ દર્દીઓને ૧૩ એટેન્ડન્ટ સાથે ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સુહાસિનીબહેન પંડ્યા તથા ભાવનાબેન જાગ્રતભાઈ ભટ્ટ દ્વારા દર્દીઓ તથા તેને વીરનગર લઈ જનાર સ્ટાફને સોલાપુરી ચાદર ભેટમાં આપવામાં આવી હતી. દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ-૧૯૬૮ થી ચાલતાં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના કાર્યકરોએ પોતાની સેવા આપી હતી.

Previous articleનંદાલય હવેલી પર આજથી વલ્લભાખ્યાન કથા સાથે ચાર દિવસ યોજાશે ધર્મોત્સવ
Next articleદાઠા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત સ્ટાફની સરાહનીય કામગીરી