સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે વાઘા તથા સિંહાસનને ફુલનો શણગાર કરાયો

69

દેશ-વિદેશમાં વસતા ભક્તોએ શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામે કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને આજે શનિવાર નિમિતે વાઘા તથા સિંહાસનને ફુલનોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.23-04-2022ને શનિવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા દાદાના સિંહાસનને ફુલનો દિવ્ય શણગાર કરી મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તેમજ સવારે 7 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. હનુમાજી દાદાને વાઘા તથા સિંહાસનને ફુલનોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, દાદાના શણગારનો ભાવિકોએ રૂબરૂ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ દેશ-વિદેશમાં વસતા હરિભક્તોએ હનુમાનજીદાદાના શણગારના ઓનલાઈન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Previous articleરોહિણી કોર્ટમાં વકીલ-પોલીસ વચ્ચે બોલાચાલી બાદ ફાયરિંગ
Next articleગારિયાધારના વેળાવદર ગામમાં ન્યાલકરણ ગૃપ દ્વારા તળાવનું વિસ્તૃતિકરણની કામગીરી હાથ ધરાઈ