ભાવનગરમાં હીરા ઉદ્યોગની ગરજ સારી શકે એવાં સક્ષમ ઉદ્યોગનો સદંતર અભાવ : રત્ન કલાકારો જાયે તો જાયે કહાં…?!
એશિયાના સૌથી મોટા ડાયમંડ હબ સુરત તથા બીજા ક્રમના મુંબઈ હિરા બજારમાં આવી પડેલી વૈશ્વિક મહા મંદીને પગલે એપ્રિલ માસનાં પ્રારંભે સમગ્ર રાજ્ય સાથોસાથ હીરાના મેન્યુફેક્ચરિંગ હબ ભાવનગર શહેર-જિલ્લામાં હિરા ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ કારખાનેદારો દલાલોને ૧૫ દિવસનું વેકેશન પાડવાની ફરજ પડી હતી પરંતુ આજે આ વેકેશનને ૧૫ દિવસ કરતાં વધુ સમય વિત્યો હોવા છતાં શહેર તથા જિલ્લામાં આવેલાં સેંકડો કારખાનાઓ શરૂ થવાનો કોઈ જ અણસાર ન જણાતાં હિરા ઘસવાની મજૂરી કરતાં સેંકડો ગરીબ-મધ્યમવર્ગીય પરીવારો આર્થિક સંકટમાં મુકાયા છે. રશિયા-યુક્રેન વચ્ચે યુધ્ધ નિ સ્થિતિ સાથે જે દેશો દ્વારા ભારત પાસેથી તૈયાર પોલીષ્યેડ હિરાની ખરીદી કરવામાં આવે છે એ દેશો દ્વારા હિરાના નવા ઓર્ડર આપવાનું બંધ કરાતાં અને રફ હિરાની આયાતોમા સતત ઘટાડો થતાં આ મહા મંદીનો રેલો ભાવનગર શહેર-જિલ્લામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતાં સેંકડો પરીવારના પગ તળે આવ્યો છે એપ્રિલ માસનાં આરંભે ભાવનગર ડાયમંડ મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા આ મંદીને પગલે હિરાના કારખાનાઓમા ૧૫ દિવસનું વેકેશન જાહેર કર્યું હતું આથી અનેક કારખાનેદારો એ શટર પાડી દિધા હતાં આ વાતને પંદર દિવસ કરતાં વધુ દિવસો વિત્યા હોવા છતાં વેકેશનના નામે બંધ કરાયેલ કારખાનાઓ શરૂ થવા અંગે કોઈ જ વાવડ ન જણાતાં રત્નકલાકારો માં ચિંતા નું આવરણ છવાયું છે આ રત્નકલાકારો માં મહિલા રત્નકલાકારો ની સ્થિતિ અત્યંત કફોડી બની છે એક તરફ જીવન જરૂરિયાત ની ચિઝવસ્તુઓ માં અસહ્ય ભાવ વધારો ડીઝલ- પેટ્રોલ રાંધણગેસ માં તોંતિગ ભાવ વધારો તથા ઘરે ઘરે બારમાસી ઘઉં,સહિત બારમાસી અનાજ ભરવાની સિઝન ખાદ્ય તેલ અથાણાં ભરવાનો સમય સાથે આગામી દિવસોમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે એ માટે આર્થિક બજેટ ની તૈયારીઓ સહિત અન્ય પણ મુંઝવણો ને પગલે મહિલાઓ ની સ્થિતિ કફોડી બની છે આથી આ મુદ્દે સરકાર હસ્તાક્ષેપ કરે એવી માંગ પ્રબળ બની છે.
રોજગારી બંધ ન થાય એવા પ્રયત્નો કરી રહ્યાં છીએ
હિરાની કાચી રફની અછત તૈયાર-પોલીષ્યેડ હિરાની માંગ નહીવત સહિતનાં અનેક કારણો મંદી માટે જવાબદાર ગણી શકાય પરંતુ આવાં કપરાં સમયમાં પણ રત્નકલાકારો રોજગાર વિહોણા ન રહે અને ગમે તેમ તેઓના પરીવારનુ ગુજરાન ચાલે એવાં પ્રયત્નો કરી રહ્યાં છીએ આજે મંદી તો કાલે તેજી તેજી-મંદીનો ઉતાર-ચડાવ તો હિરાના ધંધામાં આવ્યાં જ કરે પરંતુ તેજી ના સમયે કારીગરો બેસાડીએ અને મંદી આવતા છુટા કરી દઈએ એ માણસાઈ નથી સાચો વેપારી-ઉદ્યોગકાર એ જ છે કે જે રત્નકલાકારો ના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય આ રત્નકલાકારો થકી જ શેઠીયાઓ ઉજળા છે એને તરછોડીએ તો કુદરત રૂઠે અને એવું કામ અમે ન કરીએ.
દાસભાઈ પટેલ – અગ્રણી ઉદ્યોગપતિ
ઘોઘા રોડ ભાવનગર