ચિત્રકુટ ધામ? તલગાજરડા ખાતે ગ્રંથાર્પણ

53

ચિત્રકુટધામ તલગાજરડા ખાતે તારીખ ૨૪/૪/૨૨ના રોજ સંસ્કૃત સાહિત્યના વિદ્વાન વિજયભાઈ પંડ્યા દ્વારા અનુદીત વાલ્મીકિ રામાયણના ત્રણ કાંડો બાલકાંડ, અયોધ્યા કાંડ અને સુંદરકાંડની અર્પણવિધિ લેખક દ્વારા પુ.મોરારીબાપુને કરવામાં આવી.પુ.બાપુએ કહ્યું વાલ્મિકી રામાયણ પર કામ કરનારાં વિજયભાઈ એકલવીર છે અને કોઈ પરવા કર્યા વગર પોતાની યાત્રામાં સતત લાગેલાં છે.સતત ૧૬ વર્ષની તપચર્યાનુ આ ફળ છે.તેમના શિષ્યા ડો.રાજવી ઓઝાએ લખેલાં વિજયભાઈના જીવન ચરિત્ર ગ્રંથ “સંસ્કૃત સાહિત્યના અદ્વૈતની ખોજ-સંસ્કૃતના સારસ્વત વિજય પંડ્યાનું વિદ્યાકીય જીવનચરિત્ર” પણ અર્પણ થયો.બાપુએ પ્રસન્નતા સાથે સ્વીકાર કરી બંને સર્જકોનું ભાવપૂજન પણ કર્યું.નીતિન વડગામાની પણ આ પ્રંસગે ઉપસ્થિત હતાં

Previous articleપાલીવાલ બ્રહ્મ સમાજ શ્રી પરશુરામ યુવાસેના આયોજિત ભગવાન શ્રી પરશુરામ જન્મો ઉત્સવ શોભાયાત્રા
Next articleચૈત્રી દનૈયા તપતા સારા ચોમાસાની આશા