૧૫ દિવસમાં ૭૮ લોકોને લૂ લાગી : ૧૦૮ની પ્રશંસનીય સેવા હિટ સ્ટ્રોકનો ભોગ બનેલાઓને તત્કાળ સારવાર કરી
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસ દરમ્યાન ઉનાળો આકરો રહ્યો દિનપ્રતિદિન વધતાં જતાં તાપમાનની સિધ્ધી જ અસરો લોકો ના આરોગ્ય પર વર્તાઈ રહી છે છેલ્લા પંદર દિવસમાં હિટ સ્ટ્રોક-સનસ્ટ્રોક ની ૭૮ ઘટનાઓ ઘટી છે આ તમામ ઘટનાઓ પૈકી મોટાભાગના બનાવમાં આપાતકાલિન સેવા ૧૦૮ દ્વારા ભોગ બનનારને તત્કાળ સારવાર આપી જીવ બચાવી લેવાયાં હતાં. ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ૪૦ ડીગ્રીએ સ્થિર થયો છે પરંતુ છેલ્લા પંદર દિવસથી આકરાં તાપ તડકાએ માઝા મૂકી છે આ આકરાં તાપ અને ગરમ ગરમ લૂ ને પગલે મોટા ભાગે બપોરનાં સમયે કામ સબબ બહાર નીકળેલાં લોકો ની હાલત ખરાબ કરી નાખી છે છેલ્લા ૧૫ દિવસમાં શહેર-જિલ્લામા તાપ-તડકા લૂ થી પ્રભાવિત દર્દીઓની સંખ્યા ૭૮ થી વધુ નોંધાઈ છે અને આવા કિસ્સાઓમાં ૧૦૮ આપાતકાલિન સેવા તડકાનો ભોગ બનેલા દર્દીઓ માટે વરદાન સમાન સાબિત થઈ હોવાનું જાણવા મળ્યું છે આ અંગે આપાતકાલિન સેવા ૧૦૮ ના ઈએમટી એ જણાવ્યું હતું કે બપોરે કામ સબબ ઘર બહાર નિકળેલા અને ખાસ કરીને વયોવૃદ્ધ લોકો તડકા-ગરમી નો સૌથી વધુ ભોગ બની રહ્યાં છે એજ રીતે લૂ લાગવાના સૌથી વધુ બનાવ શહેરમાં નોંધાઈ રહ્યાં છે અને એમાં મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે ત્યારે આગામી મેં માસમાં પણ લોકો ગરમી તડકા થી રક્ષણ મેળવવા જરૂરી સલાહ-સુચનોનુ પાલન કરે એ જરૂરી છે.