બજાર સમિતિઓમાં ખેડૂતો ને ઇનામ પ્રોજેકટેશન, પ્રાકૃતિક ખેતી જેવા વિષેયો પર તજજ્ઞોએ માર્ગદર્શન આપ્યું
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર દ્વારા આજરોજ ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતી અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન મળી રહે તે માટેનું સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું, સરકાર દવારા ખેડૂતો અને વેપારીઓ માટે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ(ઇનામ) અંતર્ગત વિષયમાં માર્ગદર્શન મળી રહે ખેડૂતોને પ્રાક્રૃતિક ખેતી વિષે જાણકારી મળી રહે એ માટે ચિત્રા માર્કેટિંગ યાર્ડ સમિતિ ભાવનગર ખાતે” ક્રૃષિ સેમીનાર/શીબીર” નું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં દરેક વેપારીઓ પોતાની દુકાને આવતા ખેડૂતો, ખેડૂત આગેવાનોને કૃષિ ખેતી કરવામાં કેટલા ફાયદાકારક છે તે અંગે જુદા જુદા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આ ખેતી પદ્ધતિ ખેડૂતોને ઘણાં ફાયદાકારક બને છે, આ ખેતી બિનખર્ચાળ છે જેને કારણે ખેડૂતો ને લાભદાયક નીવડે છે, આ ખેતીથી માલ ની ગુણવત્તા, સારી ઉપજ મળે છે. ભાવનગર જિલ્લા રજીસ્ટાર અને ભાવનગર એ.પી.એમ.સીના વહીવટદાર એમ.એસ.લોંખડે એ જણાવ્યું હતું કે કિસાન ભાગીદારી પ્રાથમિકતા અમારી ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા જે અભિયાન ચાલવાય રહ્યું છે તે અંતર્ગત આજરોજ તમામ બજાર સમિતિઓમાં ખેડૂતો ને ઇનામ પ્રોજેકટેશન, પ્રાકૃતિક ખેતી જેવા વિષેયો પર માર્ગદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે તળાજા, મહુવા, પાલિતાણા અને ભાવનગર એ.પી.એમ.સી માં વિવિધ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે,આ કાર્યક્રમમાં એ.પી.એમ.સીના વહિવટદાર તથા સેક્રેટરી, પ્રમુખ વેપારી એસોસિએશન મા.યાડૅ ભાવનગર નરેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા ભાજપના દિગ્વિજયસિંહ ગોહિલ તથા ખેડૂતો ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.