ગારીયાધાર ખાતે દલિત સમાજ દ્વારા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ મેવાણીની આસામ પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે ધરપકડના આક્ષેપો સાથે ગારીયાધાર ખાતે દલિત સમાજ દ્વારા વિરોધ પ્રદશન સાથે રેલીનું આયોજન કરેલ જેમાં ધરપકડના વિરોધમાં હરજીભાઈ વણજારા, પ્રવિણભાઈ કંટારિયા, કાળુભાઇ પરમાર, અતુલ વણજારા, દિનેશભાઈ પરમાર, જીતેન્દ્રભાઇ વણઝારા, મુકેશભાઈ કંટારિયા, ડિ.કે.ચાવડા, ઘનશ્યામ વણજારા, જેન્તીભાઈ કંટારિયા, રમેશભાઈ ખિમસુરિયા, સંજય વણજારા ,વિનુભાઈ રેવર,હબીબ ખાન બ્લોસ, હરેશ પરમાર, પીઠાભાઈ કંટારિયા સહિત તમામ સમાજનાં આગેવાનો, અને સંગઠનો રેલીમાં જોડાયા હતા. સૂત્રોચાર સાથેની આ રેલી ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા બસ સ્ટેન્ડથી ભેગા થઈ વિશાળ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી સુધી જઈ આવેદન પાઠવેલ.