મુંબઈ, તા.૨૫
મિસ યૂનિયર્સ ૨૦૨૧ હરનાઝ કૌર સંધૂના હુસ્નની આખી દુનિયા દિવાની છે. તેમની સુંદરતા આગળ બોલીવુડની હસીનાઓ પણ પાણી ભરે છે. હવે હરનાઝે કેમેરા સમએ એવા પોઝ આપ્યા છે, જેને જોઇને ફેન્સ પણ બેકાબૂ બની જાય છે. હરનાઝ કૌર સંધૂએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે.
જેમાં તેમનો હોટ અંદાજ જોવા મળી રહ્યો છે. તેમણે વન પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં ડબલ સ્લિટ છે. આ ડ્રેસમાં હરનાઝ કૌર સંધૂ ખૂબ જ હોટ લાગે છે. હરનાઝ કૌર સંધૂએ કાઉચ પર બેસીને એવા હોટ પોઝ આપ્યા છે, જેથી ઇન્ટરનેટનો પારો વધી ગયો છે. તેમણે આ ફોટોઝ ફિલિપીંસમાં પડાવ્યા છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીનો વરસાદ કરી દીધો છે. હરનાઝ કૌર સંધૂ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની હોટ તસવીરો શેર કરીને ફેન્સની ધડકનો વધારી દે છે.