ગોહિલવાડ પંથકમાં ત્રણ થી વધુ ચોમાસા શ્રીકાર રહેવા છતાં ઉનાળાના આરંભે તળ ડુક્યા

65

ત્રણ તાલુકાના સેંકડો ગામોમાં 1 હજાર ફૂટ થી વધુ ઉંડાઈએ ડ્રીંલીગ કરવા છતાં પાણીનું નામ- નિશાન સુધ્ધાં નહીં…!!
ભાવનગર શહેર-જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી ચોમાસા દરમ્યાન ભારે વરસાદ પડે છે અને નિયત સમય મર્યાદા કરતાં વધુ સમય સુધી ચોમાસું લંબાયેલુ રહે છે છતાં દર વર્ષે ઉનાળાના આરંભે ભૂગર્ભ જળસ્તર હજારો ફૂટ ઉંડાઈએ જતાં રહે છે અને કેટલાક ગામડાઓમાં 15,00/-ફૂટ કરતાં વધુ ઉંડાઈ સુધી શારકામ કરવા છતાં પાણીનો કોઈ જ અણસાર સુધ્ધાં જોવા નથી મળી રહ્યો આ બાબત ખરેખર ચિંતા નો વિષય બન્યો છે.

ભાવનગર જિલ્લામાં છેલ્લા 2 દાયકાથી દર વર્ષે કુદરતી જળસંગ્રહ એવાં ભૂગર્ભ જળસ્તર વધુ ને વધુ ઉંડાઈએ પહોંચી રહ્યાં છે આજથી 20 વર્ષ પહેલાં વાડી-ખેતરોમાં બારમાસી ખેત પિયત માટે કોઈ ખેડૂત બોર કરે તો વધુમાં વધુ 200 થી 300 ફૂટની ઉંડાઈએ અખૂટ જળ ભંડાર પ્રાપ્ય રહેતો ખેડૂતો 24 કલાક પાણી ઉલેચે તો પણ ડાર ડુકતા ન હતાં અને કુવાઓની વધુમાં વધુ ઉંડાઈ 35 થી 50 ફૂટ જેટલી રહેતી આટલાં ઉંડા કુવા માથી પણ ખેડૂતો રાત-દિવસ પીયત માટે પાણી લઈ શકતા હતા પરંતુ આજે વીસ વર્ષ બાદ પરિસ્થિતિ બદલાઈ છે અને આ બદલાયેલી પરિસ્થિતિ ખરેખર ચિંતા નો વિષય બન્યો છે દર વર્ષે શીયાળાના સમાપન સાથે જ વાડી-ખેતરોમાં પાણીની ખેંચ વર્તાવા લાગે છે ખેડૂતો-માલધારીઓ પોતાના મોલાત અને પશુ ધનના નિભાવ માટે પુષ્કળ પ્રમાણમાં પાણીની જરૂર પડે છે આથી ભાવનગર જિલ્લામાં આદી કાળથી પિયત માટે કોઈ નક્કર વ્યવસ્થા કે બારેમાસ વહેતી નદીઓની ઉણપ હોય આથી ખેડૂતોને પાણી માટે ફરજિયાત પણે ભૂગર્ભ જળસ્તર પર જ મદાર રાખવી પડે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ચોમાસામાં કુદરતી રીતે થતાં જળ સિંચયની પ્રક્રિયા ખોરવાઈ છે અને તંત્ર-સરકાર સાથે લોકો પણ જળ સિંચાઈ મુદ્દે જાગૃત ન હોવાના કારણે એ સાથે જમીન માથી જરૂરિયાત કરતાં વધુ ને વધુ પાણી ઉલેચી લેવાની વૃત્તિ ને પગલે ગોહિલવાડના ગામડાઓમાં ભૂગર્ભ જળસ્તર ઘટીને નહિવત બન્યાં છે પરીણામે એક હજાર ફૂટ કરતાં પણ વધુ ઉંડાઈએ ખોદકામ કરવા છતાં પાણી નથી મળતું આથી સરકારે તથા જવાબદાર તંત્ર દ્વારા આ મુદ્દે તત્કાળ ધ્યાન આપી ભૂગર્ભ જળસ્તર સબંધિત કાયદો બનાવવા અને ચોમાસામાં વધુ ને વધુ જળસંચય થાય એવાં નક્કર પગલાં લેવાનો સમય આવી ગયો છે.
સિહોર પાલીતાણા ઉમરાળા તાલુકાની પરીસ્થીતી અત્યંત વિકટ
ભાવનગર જિલ્લાના સિહોર પાલીતાણા ઉમરાળા મહુવા સહિતનાં અન્ય તાલુકાઓમાં ભૂગર્ભ જળસ્તર ની સ્થિતિ અત્યંત ખરાબ છે સિહોર તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં જમીન પથરાળ છે જે જળસંગ્રહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ આ તાલુકાના અનેક ગામડાઓમાં 12,00 થી 13,00 ફુટ ની ઉંડાઈએ પાણીનું કોઈ અસ્તિત્વ જ નથી દર વર્ષે ખેડૂતો ઉનાળાના સમયમાં પાણીની ખેંચને પગલે ડાર-કુવા માટે ખોદકામ કરાવે છે પરંતુ આજે પરિસ્થિતિ એવી બની છે કે 13,00 ફુટ ઉંડાઈએ પણ પાણી નથી ! તાજેતરમાં પાલીતાણા તાલુકાના ઘેટી ગામે એક સાધન સંપન્ન ખેડૂતે પોતાની પાસે રહેલી સેંકડો વિઘા જમીનને બારેમાસ લીલીછમ રાખવા ટ્યુબવેલ બનાવડાવાનુ નક્કી કર્યું અને રાજસ્થાન થી ખાસ ડ્રીંલીગ મશીન સાથેનો સ્ટાફ તેડાવ્યો આ ગામમાં જમીન ખુબ જ સખ્ત છે આથી હાઈપ્રેશર મશીન અને ખાસ પ્રકારના પાનાં સાથે 18,00 ફુટ ઉંડો બોર કરાવ્યો આ શારકામ કરતાં પુરા ત્રણ દિવસ લાગ્યાં અને 18,00 ફુટ ની ઉંડાઈએ થી અત્યંત ગરમ તથા ક્ષાર યુક્ત પાણી મળ્યું…!
ભાવનગર જિલ્લામાં ભૂગર્ભ જળસ્તર એ ખરેખર ચિંતા સાથે ચિંતનનો અનિવાર્ય વિષય છે
હૈદરાબાદ ખાતે આવેલી ઈન્ડિયન જીયોલોજી એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ ડીપાર્ટમેન્ટ માં ત્રીસ વર્ષ સેવા આપી હાલમાં સેવા નિવૃત્ત થયેલાં ડો.પ્રણવ ઉપાધ્યાય ભાવનગર જિલ્લામાં છેલ્લા 12 વર્ષથી ભૂગર્ભ જળસ્તર અંગે અભ્યાસ-અવલોકન કરી રહ્યાં છે તેઓએ આપેલી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ખેડૂતો હદ કરતાં વધુ પાણી ઉલેચી રહ્યાં છે અને જિલ્લામાં જોઈએ એ પ્રમાણે જળ સિંચાઈ કામગીરી નથી થઈ રહી સાથે જમીનના પેટાળમાં પાણીના કુદરતી વહેણ પણ બદલાવા સાથે મંદ પડી રહ્યાં છે આથી ભૂસ્તર વિભાગની ટીમ આ અંગે હસ્તાક્ષેપ કરે એ ખૂબ જરૂરી છે.
વધુ ઉંડાઈએ થી મળતું પાણી ખર્ચાળ અને બિન આરોગ્યપ્રદ
જિલ્લા ના ગામડાઓમાં હાલમાં એક હજાર કે તેથી વધુ ઉંડાઈએ થી મળતું પાણી દૂષિત ગણાય છે આ પાણી પિવાની વાત તો દૂર પરંતુ પાક-મોલાત માટે સિંચાઈ માટે પણ ઉપયોગ કરી શકાય તેમ નથી કારણકે પેટાળમાં થી આવતું પાણી નું ઉષ્ણતામાન ખૂબ ઉંચું હોવા સાથે આ પાણીમાં પાક તથા લોકો પશુઓ માટે હાનિકારક ક્ષાર તથા અન્ય દૂષિત ઘટકો નું પ્રમાણ ખૂબ વધુ હોય છે એક સર્વેમાં જણાવેલી હકીકત મુજબ જિલ્લામાં મોટાભાગના ગામડાઓમાં 500 ફુટ કરતાં વધુ ઉંડાઈએ થી મેળવેલું પાણી તથા આ પાણીના નમૂના દેશની સર્વોચ્ચ લેબોરેટરી માં ફેલ થયા છે આ પાણી નો કોઈ જ ઉપયોગ થઈ શકે તેમ નથી હાલમાં ટ્યુબવેલ દ્વારા બહાર કાઢવામાં આવેલું ગરમ પાણી ખેડૂતો ખાલી કુવાઓ કે પડતર જમીન પર બનાવેલ ખેત તલાવડાઓમા ઠાલવી 12 કલાક આ પાણી પડતર પડી રહ્યાં બાદ ઉપયોગ કરે છે 12 કલાક પછી પાણી ઠંડું થઈ જાય છે જયારે ક્ષાર તળીયે બેસી જાય છે આ રીતે વૈકલ્પિક વ્યવસ્થા આધારે ઉંડા પાણીનો ઉપયોગ ખેડૂતો કરી રહ્યાં છે.
રિપોર્ટ મૂળશંકર જાળેલા…

Previous articleબોટાદમાં 114 વિદ્યાસહાયકોને પાંચ વર્ષ પૂરા થતાં પૂર્ણ વેતનના ઓર્ડર વિતરણનો કાર્યક્રમ યોજાયો
Next articleરાણપુર પોલીસ સ્ટેશનના નવનિયુક્ત PSI એસ.ડી.રાણાનું ભાજપના આગેવાનોએ સ્વાગત કર્યુ.