ભાવનગરના કોબડી ગામે તળાવમાં નહાવા ગયેલા તરૂણનું ડૂબી જતાં મોત, પરિવાર શોકમાં ગરકાવ

60

ફાયરબ્રિગેડે તરૂણનો મૃતદેહ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલે મોકલી આપ્યો
ભાવનગરના કોબડી ગામે તળાવમાં ડૂબી જતા તરુણનું મોત નીપજ્યું હતું, જેમાં તરૂણ કોબડી ગામના તળાવમાં મિત્રો સાથે તળાવમાં નહાવા ગયો હતો. ભાવનગરના મામસા ગામે રહેતા પોલાભાઈનો પુત્ર પ્રવીણ મિત્ર સાથે કોબડી ગામે તળાવમાં નહાવા માટે ગયો હતો. આ દરમિયાનમાં કોબડીના તળાવમાં ડૂબી જતાં પરિવાર દ્વારા યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે બુધવારે રાત્રીના રોજ પરિવારને ખ્યાલ આવ્યો હતો કે તેમનો પુત્ર કોબડી તળાવમાં નહાવા ગયો હતો. જેમાં ભારે શોધખોળને પગલે આજે ગુરૂવારે સવારે ફાયરબ્રિગેડના સ્ટાફે તળાવમાંથી તરૂણનો મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલે પી એમ માટે મોકલી આપ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મામસા ખાતે રહેતા પોલાભાઈ મકવાણા ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. દરમિયાનમાં સૌથી નાનો પુત્ર પ્રવીણ પોલાભાઈ મકવાણા ઉંમર વર્ષ 17 ગઈકાલે સાંજના સમયે કોબડી ગામના તળાવમાં મિત્રો સાથે નહાવા માટે ગયો હતો. દરમિયાન પ્રવીણ અચાનક આ તળાવમાં ડૂબી ગયો હતો, પરિવારે સાંજ થતાં પુત્ર પ્રવીણની શોધખોળ શરૂ કરી હતી. ત્યારે ખ્યાલ આવ્યો હતો કે પુત્ર પ્રવીણ કોબડી ગામે તળાવમાં નહાવા ગયો હતો. જેમાં ભારે શોધખોળ બાદ આજે સવારના સમયે આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી બોટ અને દોરડા વડે પ્રવીણનો મૃતદેહ બહાર કાઢ્યો હતો અને તેને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Previous articleભાવનગર જિલ્લા સ્કાઉટ ગાઈડ સંધ વિદ્યાધીશ ખાતે સ્કાઉટ ગાઈડની દીક્ષા વીધી યોજાઈ
Next articleભાવનગર-બાંદ્રા અને વેરાવળ-બાંદ્રા ટ્રેનમાં એક વધારાનો સ્લીપર કોચ હંગામી ધોરણે લગાડવવામાં આવશે