સીપી, ઓટિઝમ પીડિત સહિત બાળકો માટે દાતાઓએ આપ્યા ૧૦ ડિઝીટલ સ્માર્ટ બોર્ડ

53

ઓટિઝમ-સ્વલીનતાથી પીડિત અને સેરેબ્રલ પાલ્સીગ્રસ્ત બાળકોને ભણાવવા, કંઈ શીખવવું, તાલીમ આપવી ખૂબ મુશ્કેલ હોય છે. આવા બાળકોનું ધ્યાન કોઈ એક વિષય પર કેન્દ્રીત કરાવવું અને તેમાં પણ બ્લેક બોર્ડ પર તેમનું ધ્યાન કેન્દ્રીત રહે તે વિશેષ મુશ્કેલ હોય છે. આ સમસ્યાના ઉકેલરૂપે આધુનિક સ્માર્ટ બોર્ડ ઉપયોગી થઈ શકે છે. કલરફૂલ ચિત્રો, જુદાં જુદાં કલરથી લખાણ, બોર્ડનો પણ કલર ફેરવી શકવાની સુવિધા, યુટ્યૂબ અને અન્ય માધ્યમોથી પણ સીધું જોડાણ આ સ્માર્ટ બોર્ડથી શક્ય બનતું હોય છે. સીપી અને ઓટિઝમથી પીડિત બાળકો અને અન્ય માટે આવા સ્માર્ટ બોર્ડ દાતાઓએ ઉપલબ્ધ કરાવ્યા છે. પીએનઆર સોસાયટીની નટરાજ સીપી, શાહ ઓટીઝમ સ્કૂલ તથા તળાજા, મહુવા, પાલીતાણા રિસોર્સ સેન્ટર, હાઈટેક ઈન્ક્‌લુઝીવ સ્કૂલ તેમજ અન્ય પ્રોજેક્ટ માટે મુંબઈના યુપા ફ્રેશ પ્રા.લી. (અંબરીશભાઈ કરવત) દ્વારા ૮ અને રશ્મીબેન પી.પારેખ અલકાબેન એચ. પારેખ-મુંબઈ દ્વારા બે મળી કુલ ૧૦ આધુનિક ડિઝીટલ સ્માર્ટ બોર્ડ પ્રાપ્ત થયા છે, જે આ સેન્ટરોમાં મુકાયા છે. સંવેદનશીલ દાતાઓના સહયોગથી બાળકોનું શિક્ષણ અને તાલીમ સરળ બનતા ટ્રસ્ટીઓએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Previous articleશ્રીમતી એમ. એન. એચ. દોશી મિડલ સ્કૂલ પાલીતાણાના વિદ્યાર્થીઓનો માયધાર શૈક્ષણિક પ્રવાસ
Next articleરંભાબા સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું