ભાવનગરમાં પગપાળા જઈ રહેલા યુવક પાસેથી મોબાઈલની ચિલઝડપ કરનારા આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

123

એ-ડીવીઝન પોલીસે એક બાઈક સહિત પાંચ મોબાઈલ કબ્જે કર્યાં
ભાવનગર શહેરના યુનિવર્સિટી રોડપર પગપાળા કોલેજે જઈ રહેલા યુવાન પાસેથી બાઈક પર આવેલા બે શખ્સોએ મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ લૂંટારૂઓને એ-ડીવીઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા હતા. આ સમગ્ર બનાવ અંગે એ-ડીવીઝન પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના લંગાળા ગામનો યુવાન કિશોર પરબતભાઇ ગોહેલ ગત તા.26-4ના રોજ વિજયરાજનગર થી પગપાળા મોબાઈલ પર વાત કરતો શામળદાસ કોલેજ જઈ રહ્યો હતો. આ દરમિયાન મીણબત્તી સર્કલ નજીક બાઈક પર આવેલા બે શખ્સોએ મોબાઈલ ની ચિલઝડપ કરી નાસી છુટ્યા હતાં. જે અંગે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી. આ અંગે પોલીસે ગણતરીના કલાકોમાં મોબાઈલ ચોર પરેશ ઉર્ફે તાલ સંજય સોલંકી ઉ.વ.24 ધંધો રત્નકલાકાર રે.કરદેજ તથા વિશાલ ઉર્ફે બી.બી ચિથર મેર ઉ.વ.24 રે.કરદેજ વાળાને ચોરી કરેલી પાંચ મોબાઈલ તથા બાઈક સાથે ઝડપી ચિલઝડપનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી હતી.

Previous articleભાવનગરમાં રેન્જ IGએ પોલીસ અધિક્ષક સાથે ક્રાઈમ કોન્ફરન્સ યોજી, ક્રાઈમ રેટ અંગે પરિસ્થિતિ ચકાસી અપરાધિક બનાવો અંકુશમાં લેવા આદેશો આપ્યાં
Next articleભાવનગર જિલ્લામાં ઉનાળાના આરંભે જ ભૂગર્ભ જળસ્તર વધુને વધુ ઉંડાઈએ પહોંચી જતા ખેડૂતો ચિંતામાં