ભાવનગર શહેરમાં કોંગ્રેસ દ્વારા 1મે ને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે આજરોજ રવિવારના રોજ લોકશાહી બચાવો, બંધારણ બચાવો તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અડધી રાત્રે ગેરબંધારણીય ધરપકડના વિરોધમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,
શહેર કૉંગ્રેસ દ્રારા લોકશાહી બચાવો, બંધારણ બચાવો અંતર્ગત રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જે રેલી શહેરના જશોનાથ સર્કલ ખાતે થી પ્રસ્થાન કરી ઘોઘા ગેઇટ, ખારગેઈટ, મામા કોઠા, બાર્ટન લાઈબ્રેરી થઈ હલુરિયા ચોક શહીદ સ્મારક ખાતે શહીદોને પુષ્પાંજલિ કરી રેલી પૂર્ણ કરી હતી, 1લી મે ને રવિવારના રોજ ગુજરાત રાજ્યનો 62મો સ્થાપના દિન છે. છેલ્લાં ત્રણ દાયકાના ભાજપના પ્રજા વિરોધી શાસનથી રાજ્યના પ્રજાજનો ત્રસ્ત છે. સતત વધતી જતી મોંઘવારી અને બેરોજગારીની પરીસ્થિતિ પ્રવર્તે છે અને ભય અને દહેશતનું વાતાવરણ ઉભું કરવાના રાજ્ય સરકારના ગેરબંધારણીય નિર્ણયો અને પગલાંથી રાજ્યમાં તાનાશાહીનું વાતાવરણ છે તથા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની અડધી રાત્રે ગેરબંધારણીય ધરપકડના વિરોધમાં રેલીનું આયોજન કરેલ છે. આ રેલીના કાર્યકમમાં શહેર પ્રમુખ પ્રકાશભાઈ વાઘાણી, વિપક્ષનેતા ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર જાયદીપસિંહ ગોહિલ, કોર્પોરેટર કાંતિભાઈ ગોહિલ, પૂર્વ કોર્પોરેટરો, પક્ષના તમામ વરિષ્ઠ આગેવનાઓ, હોદ્દેદારો, ફ્રન્ટલ સેલના હોદેદારઓ તથા કાર્યકરો બહેનો સહિત બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.