વેપારીની હત્યા કરેલી લાશ તેની દુકાનના કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી મળી આવી, પોલીસે લાશને પેનલ પીએમ માટે ભાવ.સર.ટી હોસ્પિટલ ખસેડી
મહુવાના ગાંધી બાગ રોડ પર આવેલ કોમ્પલેક્ષના પાર્કિંગમાથી કોમ્પલેક્ષમા જ દુકાન ધરાવતા વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાગળો કરી લાશને પેનલ પીએમ માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ બનાવથી વેપારીઓમાં શોકનુ મોજુ ફેલાઈ જવા પામ્યુ છે. બનાવ અંગે સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મહુવા ખાતે રહેતા અને ગાધીબાગ રોડ પર આવેલા કોમ્પલેક્ષમાં ઓમ સિલેક્શન નામની રેડીમેઈડ કપડાંની દુકાન ધરાવતા જગદીશભાઈ ભગવાનભાઇ લાલવાણી ઉ.વ.૪૨ની હત્યા કરાયેલી હાલતમાં આજે સવારે તેના કોમ્પલેક્ષના પાર્કિગમાથી લાશ મળી આવી હતી જેની જાણ થતા વેપારીઓ તથા તેના પરિવારજનો દોડી ગયા હતા અને તુરંત પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પંચનામું તથા જરૂરી કાગળો તૈયાર કરી લાશને પેનલ પીએમ માટે ભાવનગર સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સૂત્રોમાંથી જાણવા મળ્યિ મુજબ ગઇકાલે તેમના મિત્ર સર્કલમા એક જમણવાર હતો તેમા પણ તેઓ ગયા ન હતા અને મિત્રોમાં પણ ચર્ચા થયેલી દરમિયાન આજે સવારે તેની લાશ મળી આવતા વેપારીઓમાં શોક છવાયો છે. ઘટનાસ્થળે થતી ચર્ચાઓ મુજબ ગત રાત્રીના જ તેની હત્યા કરાય હોય શકે.આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધવાની તથા પુછપરછ સહિતની તપાસ શરૂ કરી છે.