આ ઉદ્દઘાટન પ્રસંગે ગામના સરપંચ યોગેશભાઈ મિયાણી, ઉપ સરપંચ પ્રકાશભાઈ ખાચર,ડો.વી.જે.વાળા સાહેબ,દીપકભાઇ વ્યાસ સાહેબ, હર્ષદભાઈ ડાવરા ઉપસ્થિત રહ્યા હતા. ગામના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય સરળતાથી પ્રાપ્ત થાય અને ઉત્તમ દેખાવ કરી શકે એવા ઉમદા હેતુ માટે ગ્રામ ગ્રંથાલયનું આયોજન કરવામાં આવેલું છે.જેમાં નીચે મુજબના વ્યક્તિઓનો અમૂલ્ય સાથ અને સહકાર પ્રાપ્ત થયેલ છે. આ ઉદ્દઘાટન પ્રસંગે યોગેશભાઈ મિયાણી તરફથી ૫૧૦૦ રૂપિયા, ડૉ. યોગદીપસિંહ વાળા તરફથી એક લાકડાનો કબાટ, ચાર ખુરશી, અને બે લાકડાના ટેબલ, હિરેનભાઈ ત્રિવેદી તરફથી ૫૧ પુસ્તકો, દીપકભાઇ વ્યાસ તરફથી ૫૧ પુસ્તકો, ભરતભાઈ પટેલ (ચકમપર આચાર્ય) તરફથી ૨૧ પુસ્તકો, ભરતભાઈ પટેલ તરફથી ૧૧ પુસ્તકો, પલ્લવીબેન વિનોદભાઈ સિદ્ધપુરા તરફથી ૧૧ પુસ્તકો, જગદીશભાઈ સવાણી તરફથી ૭ પુસ્તકો તથા પ્રકાશભાઈ ખાચર અને તેમના મિત્ર વર્તુળ તરફથી ૨૦ વ્યક્તિઓ દર મહિને ૧૦૦ રૂપિયાનું અનુદાન આપશે..
આ ઉદ્દઘાટન સમારોહમાં પ્રદીપભાઈ ખાચર, અમરદીપભાઈ ખાચર, હિરેનભાઇ ત્રિવેદી, ડૉ. યોગદિપસિંહ વાળા, ઇન્દ્રજીતસિંહ મોરી સાહેબ, વિઠ્ઠલભાઈ ચોહલા, હરસિદ્ધભાઈ મકવાણા, પ્રતિકભાઈ મુખી, મેહુલભાઈ ત્રિવેદી, વિશાલસિંહ રાઠોડ, અંકિત જાદવ અને પારસ જાદવ વગેરે લોકોએ હાજર રહીને પ્રોત્સાહન પૂરું પાડેલ..