અખાત્રીજ પર્વે ભાવસભર ભાવનગરએ ૨૯૯ વર્ષ પુરા કર્યાં અને ૩૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યો. શહેરનો જન્મોત્સવ ઉજવવા મહાપાલિકાએ કોઇ આયોજન કર્યું ન હતું પરંતુ ભાજપ-કોંગ્રેસે પોત-પોતાની રીતે ભાવેણાનો જન્મદિવસ ઉજવ્યો. ભાજપના મંત્રી જીતુભાઇ પ્રેરિત સમિતિએ રંગારંગ રીતે કાર્નિવલ યોજી ભાવેણાનો જન્મદિવસ યાદગાર રીતે ઉજવ્યો તો કોંગ્રેસે પણ પોતાની રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સમક્ષ કેક કાપીને ભાવનગરના જન્મ દિવસની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરી હતી.