ભરતનગરમાં ૧૦ વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર આરોપીને ૧૪ વર્ષ સખ્ત કેદની સજા

96

ત્રણેક વર્ષ પૂર્વેના બનાવમાં ૩૧ દસ્તાવેજી અને ૧૯ મૌખીક પુરાવા ધ્યાને લઈ કોર્ટે સજા ફટકારી
ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં આજથી ત્રણેક વર્ષ પૂર્વે ૧૦ વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ આચર્યાના નોંધાયેલા ગુન્હામાં આજે કોર્ટે આરોપીને ૧૪ વર્ષની સખ્ત કેદની સજા તથા રોકડ રૂપીયા ૪૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તો સાથે ભોગગ્રસ્ત સગીરાને રૂપીયા ચાર લાખનુ ંવળતર ચુકવવા પણ અદાલતે હુકમ કર્યો હતો. શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેક વર્ષ પૂર્વે આરોપી કૈલાસ જીવતરામ રાજાણી સામે ૧૦ વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યાનો ગુન્હો નોંધાયો હતો.આ બનાવમાં પોલીસે પોક્સો એક્ટની કલમ ૪ તથી ઈપીકો કલમ ૩૭૬, ૫૦૬-૨ સહિત કલમ લગાડી ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેનો કેસ આજે ત્રીજા એડીશ્નલ અને પોકસો જજ ઝંખનાબેન ત્રિવેદીની કોર્ટમાં ચાલી જતા ૩૧ દસ્તાવેજી પુરાવા તથા ૧૯ મૌખીક પુરાવા અને જિલ્લા સરકારી વકિલ મનોજભાઈ જોષી, જયેશભાઈ પંડ્યાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવી કલમ ૩૭૬ અન્વયે ૧૪ વર્ષની સખ્ત કેદની સજા તથા ૪૦ હજારનો દંડ જ્યારે અન્ય કલમ તળેના ગુન્હામાં એક વર્ષની કેદ અને રૂપીયા ૫૦૦નો દંડ અદાલતે ફટકાર્યો હતો.

Previous articleકોંગ્રેસે કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા સમક્ષ કેક કાપીને ઉજવ્યો ભાવનગરનો જન્મ દિવસ
Next articleતીર્થનગરી પાલીતાણામાં ૬૦૦થી વધુ તપસ્વીઓએ વર્ષીતપના પારણા કર્યા, મોટી સખ્યામાં યાત્રાળુઓ ઉમટ્યાં