ભાણગઢ ગામે અખાત્રીજે ભાણગઢ ગામના વિકાસમાં મદદરૂપ થનાર વ્યક્તિઓનું પણ સન્માન કરાયું તાજેતરમાં જ ભાવનગર શહેરની સ્થાપનાને ૩૦૦ માં વર્ષમાં પ્રવેશ કરવાં પર ભાવનગર શહેરમાં બોર તળાવ ખાતે આવેલ કૈલાસ વાટિકા ખાતે વિવિધ રંગારંગ કાર્યક્રમો યોજાયાં હતાં. આ કાર્યક્રમોની ઉજવણીમાં ભાવનગરનો રાજવી પરિવાર પણ જોડાયો હતો. ભાવનગરની સ્થાપના અખાત્રીજના દિવસે થઇ હતી. આ જ દિવસે શિહોર તાલુકાના ભાણગઢ ગામે મહારાજાના કાર્યોને યાદ કરતાં ભગવાન સત્યનારાયણની કથા સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા કે જે વર્ષઃ ૨૦૧૫ થી નાતજાતના ભેદભાવ વગર કાર્ય કરી રહી છે. તેનું ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલના હસ્તે ભાણગઢ ગામમાં આ સંસ્થા દ્વારા કરવામાં આવતી સેવાને ધ્યાનમાં લઇને જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.