અગરબત્તી સળગાવી, ગેસ સિલિન્ડરને હાર પહેરાવી કોંગ્રેસે મોદી સરકારને ઘેરી

40

નવીદિલ્હી,તા.૭
દેશની જનતા પર ફરી એકવાર મોંઘવારીનો માર વાગ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતનમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. ૧૪.૨ કિલોના ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ઘરેલું એલપીજી સિલિન્ડરની નવી કિંમત ૯૯૯.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થશે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તે પવન ખેડાએ આજે પ્રેસ કોન્ફરન્સની કરીને સિલિન્ડરની વધતી કિંમતો પર પીએમ મોદી સહિત કેન્દ્ર પર આકરા પ્રહારો કર્યા હતા.પ્રેસ કોન્ફરન્સ શરૂ કરતા પહેલા પવન ખેડાએ પોતાની આસપાસ સિલિન્ડર રાખ્યા હતા અને સિલિન્ડર પર હાર પહેરાવ્યો હતો. પવન ખેડાએ જણાવ્યું કે, ૩ દેશ ૨૦ ડ્રેસ અને ૬૦ ફેટોશૂટના ૬૫ કલાક પછી દેશના પ્રધાનમંત્રીએ તરત જ ઘરેલું સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. પવન ખેડાએ ઉમેર્યું કે, જનતાને અભિનંદન કે, કિંમત હજી ૧ હજાર નથી ૯૯૯.૫૦ રૂપિયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રેસ કોન્ફરન્સમાં અગરબત્તી અને લીંબુની જરૂરત હતી. લીંબુના ભાવ એટલા વધી ગયા છે કે બટાકા અને દૂધી પર અગરબત્તી મૂકી છે. પવન ખેડાએ જણાવ્યું કે, મોદી સાહેબે પેટ્રોલ પંપ પર વિશાળ હોર્ડિંગ્સ લગાવીને જનતાને સબસિડી સરન્ડર કરવાનું કહ્યું હતું, પરંતુ હવે સ્થિતિ એવી ઊભી થઈ છે કે જનતાએ સિલિન્ડર સરેન્ડર કરી દે. પવન ખેડાએ કોંગ્રેસ સરકાર દરમિયાન ભાવોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોંગ્રેસ સરકારે ગરીબ, મધ્યમ વર્ગને ધ્યાનમાં રાખીને સબસિડી આપી હતી. વર્ષ ૨૦૧૨-૧૩માં કોંગ્રેસ સરકાર દ્વારા એલપીજી પર આપવામાં આવેલી સબસિડી ૩૯૫૫૮ કરોડ રૂપિયા હતી. ૨૦૧૩-૧૪માં ૪૬૪૫૮ કરોડની સબસિડી આપવામાં આવી હતી. મોદી સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે માર્ચથી અત્યાર સુધી અંડર રિકવરી અને સબસિડીના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. સરકાર ગરીબો, મધ્યમ વર્ગના લોકો પર સતત બોજ વધારી રહી છે. પવન ખેડાએ જણાવ્યું કે, તેમની નીતિઓને કારણે ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે, ઇએમઆઇ ચૂકવવી મુશ્કેલ થઈ ગઈ છે. શાકભાજી ખરીદવું પણ મુશ્કેલ બન્યું છે. દેશની જનતા પર આ કૃપા કરો અને રાહત આપો. તેણે ખુલ્લા શબ્દોમાં કહ્યું કે, તમને શરમ આવવી જોઈએ. તે જ સમયે, પવન ખેડાએ આ મુદ્દા પર સમાપ્ત કર્યું કે આ પ્રેસ કોન્ફરન્સ નથી પરંતુ સિલિન્ડરોની શ્રદ્ધાંજલિ સભા છે.

Previous articleHDFCએ હોમલોનના વ્યાજ દરમાં ૦.૩૦ ટકા વધારો કર્યો
Next articleઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂા.૫૦નો વધારો