સીસીટીવી કેમેરાની નજરમાં ધો. ૧૦ માં ૮૫ અને ધો. ૧૨ માં ૫૧ ગેરરીતિ શંકાસ્પદ

61

બોર્ડની પરીક્ષા દરમિયાન : તમામ વિદ્યાર્થીઓનું હિયરીંગ ગોઠવાયું ધો.૧૯ માં ગેરહાજર માટે કાલે અંતિમ દિવસ
એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડની પરીક્ષામાં સ્થળ પર કોપીકેસ થયા બાદ સીસીટીવી કેમેરાના ફુટેજવાળી સીડીનું પરીક્ષણ સ્થાનિક કક્ષાએ કરવામાં આવ્યું હતું જેમાં ધો.૧૦માં ૮૫ અને ધો.૧૨માં ૫૧ કેસ ગેરરીતિના દાયરામાં આવ્યા હોવાનું જણાયું છે. જેનું હિયરીંગ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ગોઠવાયું હતું. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલ ધો.૧૦-૧૨ની પરીક્ષામાં પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ હતી અને તમામ કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરાનું રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લામાં ધો.૧૦ના ૧૪૫ બિલ્ડીંગના ૧૪૭૦ બ્લોકમાં પરીક્ષા લેવાઇ હતી જેમાં ફુટેજની કુલ મળી ૩૫૦૦થી વધુ સીડીનું પરીક્ષણ કરાયું હતું અને તે જોતા નિશ્ચિત ક્રાઇટ એરીયામાં કે નિયમ પ્રમાણે ૮૫ વિદ્યાર્થીઓ ગેરરીતિના દાયરામાં આવવા પામ્યા હતાં જેનું રૂબરૂ હિયરીંગ ગોઠવાયું હતું જેમાં ૭૦ વિદ્યાર્થી હાજર રહ્યા હતાં જ્યારે ૧૫ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હોવાનું જણાયું છે. જેને હિયરીંગની વધુ એક તક આપી આગામી તા.૯ના રોજ સવારે ૧૦ કલાકે એકતા હાઇસ્કૂલ રામમંત્ર મંદિર ખાતે કરવામાં આવનાર છે. આ સાથે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૮૦ બિલ્ડીંગના ૭૯૭ બ્લોકમાં પરીક્ષા યોજાઇ હતી તો ધો.૧૨ વિ.પ્ર.ની ૨૨ બિલ્ડીંગના ૨૩૫ બ્લોકમાં પરીક્ષા યોજાઇ હતી જેના સીસીટીવી કેમેરાની કુલ મળી ૨૭૦૦ જેટલી સીડીનું પરીક્ષણ કાર્ય ૩૧ માર્ચથી ૨૯ એપ્રિલ સુધી કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણ બાદ કુલ મળી ૫૧ વિદ્યાર્થી ગેરરીતિની શંકાના પરીધમાં આવ્યા હતાં જેનું હિયરીંગ બે દિવસ દરમિયાન પૂર્ણ કરાયું હતું અને વિદ્યાર્થી-વાલીઓના નિવેદનો પણ લેવાયા હતાં જેનો સંપૂર્ણ રિપોર્ટ બોર્ડને મોકલાયા બાદ બોર્ડ દ્વારા કેસ અંગેનો નિર્ણય જાહેર કરાશે. આમ પરીક્ષા બાદની સીડી પરીક્ષણની ચાલતી કવાયત અંતે પૂર્ણ થવા પામી હતી.

Previous articleઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં રૂા.૫૦નો વધારો
Next articleભાવનગર જિલ્લામાં ૬,૪૪૯ સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી માતાની ગરજ સારતી ૧૦૮ ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા