મહાત્મા મંદિર ખાતે ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’ હેકાથોન અને થ્રુુ વાઈ-ફાઈનું લોન્ચીંગ

821
gandhi2792017-3.jpg

મહાત્મા મંદિરમાં ‘સ્માર્ટ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડીયા’ હેકાથોનનું લોન્ચીંગ તેમજ શિક્ષણ સંસ્થાઓ- યુનિવર્સિટીઓમાં ન્યૂ એવન્યૂઝ ઓફ મોર્ડન એજ્યુકેશન-ન.મો. થ્રુ વાઇ-ફાઇનું પણ ૧૧૦ સંસ્થાઓ- યુનિવર્સિટીઓ પૈકી ર૩માં પ્રતિકરૂપ લોન્ચીંગ મુખ્યમંત્રીએ કરાવ્યું હતું. તેમણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી અન્વયે ૧૧ યુનિવર્સિટીઓ સહિત ર૩ સંસ્થાઓને ૪૪૦ લાખની ગ્રાન્ટ-સહાયના ચેક તેમજ સમર ઇનોવેશન ચેલેન્જના વિજેતા વિદ્યાર્થીઓને પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા.
પ્રજાના પ્રશ્નો માત્ર સરકાર જ ઉકેલે-સોલ્વ કરે તે માઇન્ડ સેટ બદલાયો છે. યુવાનો પણ હવે ટેકનોલોજીના માધ્યમથી આવા પ્રશ્નો પર ચિંતન-મનન કરીને તેના સચોટ નિવારણ-ઉપાયો ઇનોવેટીવ આઇડીયાઝ દ્વારા આપી શકે છે. આ માટે હેકાથોનનો જે નવતર પ્રયોગ શરૂ થયો છે તે આવનારા દિવસોમાં પ્રજાના ઇન્વોલ્વમેન્ટથી સોલ્યુશન-સૂચનોના અમલની નવી દિશાથી નયા ભારત અને દેશ બદલ રહા હૈને સાકાર કરશે. 
ગુજરાતમાં આ હેકાથોનમાં ર૦૬ જેટલા પ્રોબ્લેમ્સની યાદી મળી છે તેનું સમાધાન યુવાનો પોતાના આગવા બુદ્ધિ કૌશલ્યથી કરશે તેમ જણાવતાં વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહ્યું કે, બુદ્ધિ પર કોઇનો ય ઠેકો નથી. ગરીબ-તવંગર, ઊંચ-નીચના ભેદ વિના સૌ બુદ્ધિના બળે આગળ આવે અને પોતાનું સામર્થ્ય પૂરવાર કરે છે. આ યુવાશક્તિમાં પડકારો ઝિલવાની તાકાત છે પરંતુ કમનસીબે ભૂતકાળની કોંગ્રેસ સરકારોએ તેને લાચાર અને અવસર વિહોણો બનાવી દીધો હતો. 
‘‘અમે વર્ષોથી જેમને પ્રોત્સાહન નહોતું મળ્યું તેવી યુવાશકિતને પપ જેટલી વિવિધ યુનિવર્સિટીઓ, ઇજનેરી કોલેજમાં સવા લાખ જેટલી બેઠકોની વૃદ્ધિ કરીને અવસર આપ્યા છે એમ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું. 
મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇના ડિઝીટલ ઇન્ડીયાના અભિગમની આલોચના કરતા યુવા વિપક્ષી નેતા રાહૂલ ગાંધીને આડે હાથ લેતાં કહ્યું કે, જેમણે ઇટાલિયન ચશ્મા જ પહેર્યા છે તેમને ડિઝીટલ ઇન્ડીયાથી ગ્રામીણ-ખેડૂતને શું ફાયદો થયો, કેવો વિકાસ થયો એ નહિં જ દેખાય. 
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની સરકાર સરકાર ચલાવવાની રાજનીતિ નહિ, દેશને બદલવાની દેશના વિકાસની નેમ લઇને ચાલે છે. ગુજરાતની યુવાશકિત આ પરિવર્તનની સંવાહક બને અને પોતાના નવિન વિચારોથી સમાજ અને માનવહિત ઉપાયોથી ગુજરાતને વધુ ગૌરવવંતુ બનાવે તેવી અપીલ કરી હતી.  
આ ચતુર્વિધ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ યુવાનોને વિકાસલક્ષી પરિવર્તનના પ્રહરી ગણાવ્યા હતા. રાજ્ય સરકારે મોંઘા મૂલ્યના ટેબલેટ ત્રણ લાખ વિદ્યાર્થીઓને માત્ર ટોકન દરે એટલે કે રૂ.૧૦૦૦માં આપવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ પાસેથી મળેલી આ રૂ.૩૦ કરોડ જેટલી રકમ ‘‘ડિજીટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ’’ તરીકે વાપરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આજના સમયમાં સમયની સાથે ચાલવાનું અનિવાર્ય છે. આજે વિકાસ કરવો હશે તો સાયન્સ અને ટેકનોલોજી અપનાવ્યા વિના છૂટકો નથી આથી જ સરકારે શિક્ષણને ટેકનોલોજીથી અપગ્રેડ કરવાનો નિર્ણય લીધો છે કારણ કે, વિદ્યાર્થીકાળમાં જો વ્યકિતને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન મળે તો દેશનો પ્રત્યેક નાગરિક આવનારા સમયમાં ટેકનોલોજીથી સાક્ષર બનશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સપનાનું ‘‘નયા ભારત’’નું નિર્માણ થશે. 
યુવાનો ટેકનોલોજીના સહારે સામાજિક સમસ્યાના ઉકેલ માટે પ્રવૃત્ત બને ત્યારે ટેકનોલોજી વિકાસની ધરોહર બની જાય છે. યુવાનો સમસ્યાની ઓળખ મેળવે અને ટેકનોલોજીના સહારે તેના ઉકેલ માટે મથામણ કરે આ માટે યુવાનોને પ્રવૃત્ત કરવા પ્રોત્સાહિત કરવા એ આ રાજ્ય સરકારની મથામણ છે. કાર્યક્રમમાં સમર ઇન્નોવેશન ચેલેન્જ-ર૦૧૭ અંતર્ગત સફળ વિદ્યાર્થીઓને પુરસ્કારોનું વિતરણ અને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇન્નોવેશન પોલીસી અંતર્ગત સંસ્થાઓ-યુનિવર્સિટીઓને વિવિધ સહાય-ગ્રાન્ટનું વિતરણ પણ મહાનુભાવો ના હસ્તે કરાયુ હતું.

Previous articleનવનિર્મિત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ભવનનું ઉદઘાટન
Next articleરાજુલા તાલુકા ભાજપ દ્વારા યુવા મોરચાની રચના કરાઈ