ગારિયાધારના નાની વાવડી ગામે તીનપત્તીનો જુગાર રમતા ૭ જબ્બે

1026

ગારિયાધારના નાની વાવડી ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઈસમોને ગારિયાધાર પોલીસે રેડ કરી રોકડ તથા મોબાઈલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ગારિયાધાર પોલીસ સ્ટેશનના વુમન પો.સબ. ઈન્સ. એસ.પી. અગ્રાવત સાથે પોલીસ સ્ટાફના પો.કો. શક્તિસિંહ સરવૈયા, પો.કો. મયુરસિંહ ગોહિલ, પો.કો. વિજયભાઈ બાલાભાઈ, પો.કો.વિજયભાઈ મેહુરભાઈ, પો.કો. કમલગીરી ઈન્દુગીરી, ડ્રા, પો.કો. ગીરીરાજસિંહ સરવૈયા ગવારિયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફરતા ફરતા ગારિયાધાર નાની વાવડી ગામ પાસે આવતા સાથેના પો.કો. વિજયભાઈ મકવાણા, પો.કો. શક્તિસિંહ સરવૈયાની સંયુકત બાતમી રાહે હકિકત મળેલ કે નાની વાવડી ગામે રહેતા મુન્નાભાઈ બાજુભાઈ દે.પૂ.ના ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં બેસી અમુક ઈસમો ગોળકુંડાળુ વાળી જાહેરમાં પૈસા પાના વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમી રમાડતા હોય જેથી બાતમીવાળી જગ્યાએ કોર્ડન કરી તમામ ઈસમોને પકડી લીધેલ. જેમાં
મુંન્નાભાઇ બાજુભાઇ ચારોલા જા.દે.પુ.ઉ.વર્ષ ૨૬.રહે નાની વાવડી ગામ, દલસુખભાઇ મોહનભાઇ વાધેલા દે.પુ.ઉ.વર્ષ ૩૮ રહે મફતપરા, હમીરભાઇ બહાદુરભાઇ ચારોલા જા.દે.પુ.ઉ.વર્ષ ૪૦.રહે નાની વાવડી, રાજુભાઈ બાબુભાઇ વાધેલા જા.કોળી ઉ.વર્ષ ૨૬ રહે નાની વાવડી, વિનોદભાઇ કરમશીભાઇ કંટારીયા જા.દલિત.ઉ.વર્ષ ૩૬ રહે નાની વાવડી, રમેશભાઇ પરશોતભાઇ સરોલા. જા.કોળી ઉ.વર્ષ ૩૭ રહે નાની વાવડી, હસમુખભાઇ મેરાભાઇ વાધેલા.જા.દે.પુ.ઉ.વર્ષ ૩૫ હાલ રહે અર્જુન ટોકીઝ પાસે ગારિયાધારવાળાઓને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં પટ્ટમાંથી રોકડા રૂપિયા ૫,૨૮૦/ તથા બે મોબાઇલ એન્ડ્રોઇડ ફોનની કિંમત રૂા.૧૦,૦૦૦ કુલ ટોટલ કિંમત ૧૫,૨૮૦/ નાં મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા કલમ.૧૨ મુજબ ધોરણસર અટક કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં વુમન પીએસઆઈ એસ.પી.અગ્રાવત તથા પો કો શકિતસિંહ.જે સરવૈયા તથા પો.કો. એમ.કે. ગોહિલ, પો.કો. વી.એમ.મકવાણા, પો.કો .વિજયભાઇ બી., ડ્રા.પો.કો. ગીરીરાજસિંહ સરવૈયા જોડાયા હતા.

Previous articleગઢડા નગરપાલિકા દ્વારા ભુર્ગભ ગટર સફાઈ અભિયાનનો પ્રારંભ
Next articleગરીબ બાળકોને ચપ્પલનું વિતરણ