આપણે ખેલપ્રધાન દેશ નથી. આપણા દેશને વેપાર પ્રધાન દેશ ગણવામાં આવે છે. આપણે રમતો તરફ ઉદાસીન હોવાનો આક્ષેપ કરવામાં આવે છે. આપણે ખુરશીની ખો ખો કે સતાની સંતાકૂકડી રમવામાં સ્વનિર્ભર કે આત્મનિર્ભર છીએ. આપણે લેગ પુલિંગ કે ટાંટિયાખેંચમાં પ્રથમ નંબરે છીએ. વાસ્તવમાં આપણે ખુરશીપ્રધાન દેશ છીએ. ગામ પંચાયતના વોર્ડથી સંસદસુધી થાક્યા વિના આપણે સતા સતા રમીએ છીએ!!
અયોધ્યાના નવાબો કૂકડા લડાવતા હતા.અંગ્રેજો આપણને અંદરોઅંદર લડાવી સતા ભોગવતા હતા!! બાકી એમની સંખ્યા લાખ બે લાખ માંડ હતી.
સ્પેનમાં બુલફાઇટ દર વરસે રમાય છે . જીંદગી મિલેગી દુબારામાં તેનું સરસ પિકચરાઇઝેશન થયેલ છે. તામિલનાડુમાં જલીકુટ્ટુ રમવામાં આવે છે. જેમાં ખેલાડીના જીવ પણ જાય છે. યુરોપ કે અમેરિકામાં ફૂટબોલની રમત દર્શકોના હિંસક અને લોહિયાળ અભિગમને લીધે કુખ્યાત છે.
આ રમતોમાં ખેલાડીના શરીર સૌષ્ઠવ, ચપળતા, કુનેહની આકરી કસોટી થાય છે.
આજના જમાનામાં બ્લુ વ્હાલ પબજી જેવી દિમાગ વિકૃત કરે તેવી રમતોનો યુવાનોમાં ક્રેઝ છે. આ સિવાય ન્ેર્ઙ્ઘ છઙ્મઙ્મ જીંટ્ઠિ અને ન્ેર્ઙ્ઘ ર્ઉઙ્મિઙ્ઘ-ન્ેર્ઙ્ઘ જીેીજિંટ્ઠિ પણ યુવાનપ્રિય રમતો છે.કૌન બનેગા કરોડપતિ કે બીગ બોસ એ પરદેશી કાર્યક્રમોનું ભારતીય વર્ઝન છે.!!
અમેરિકાના લુઇસિયાના રાજ્યના અગોલા પ્રિજન રેડિયામાં એક અનોખી કન્વિકટ પોકર ગેમ રમવામાં આવે છે.આ ગેમ ૧૯૬૦ થી રમાડવામાં આવે છે. જેમાં ચાર લોકો મેદાનની વચ્ચે ખુરશી પર બેસી પોકર ગેમ રમે છે. જેમાં આખલો પાછળથી ટક્કર મારે છે.આ ટક્કર પછી જે વ્યકિત વધુ સમય ખુરશી પર બેસી રહે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે અને રોકડ ઇનામ આપવામાં આવે છે.આમાં કેટલું ઇનામ આપવામાં આવે છે તેનો ફોડ પાડવાનાં આવેલ નથી.
રાજુ રદીએ આ ગેમના ભારતીય વર્ઝનના હક્કો લીધા છે.મોટેરા સ્ટેડિયમમાં લાખો માણસોની મેદનીમાં રમત શકું કરાઇ!
મહિષાસુરની માફક આખલો છીંકોટા નાંખતો હતો.આખલો હાંકોટા કરતો હતો ચારે પગની ખરીથી ધૂળ ઉડાડતો હતો. ધૂળના ગોટેગોટા વાદળનું રૂપ ધારણ કર્યું આખલાના નાકના ફોયણા ફૂલી ગયા હતા. તેણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું!! મુંબઈના શેરબજારના બીગ બુલ જેવો દેખાતો હતો.
રમતના મેદાનમાં ચાર જણા ખુરશી પર બેઠા છે.આખલાએ પાછળથી ટક્કર મારી. ડોકટર રોગનું નિદાન કરી પ્રસ્ક્રિપ્શન લખે તે પહેલા ખુરશામાંથી ભપ થઇ ગયા.
એન્જિનિયર- બિલ્ડર ગગનચુંબી ઇમારત બનાવે તે પહેલાં જમીન દોસ્ત થઇ ગયા.
ચોથો ખેલાડી વિજેતા બની આગળના રાઉન્ડમાં ગયો.
બીજા રાઉન્ડમાં માસ્તર, પત્રકાર, વકીલ અને પ્રથમ રાઉન્ડના વિજેતા વચ્ચે કાંટેકી ટક્કર થઇ. આખલાએ પાછળથી શીંગડું માર્યું એટલે માસ્તર ઓ બાપ રે મરી ગયોની બુમ મારી ખુરશીમાંથી પડી ગયો. પત્રકારને આખલાની ટક્કર વાગી એટલે પત્રકારની ખુલ્લી તેના કપાળમાં વાગી. લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકાર ઘવાઈને ઉહંકારા ભરવા માંડ્યો!!આખલો આગળ વધે તે પહેલાં વકીલ કોર્ટમાંથી સ્ટે લેવા માટે ખુરશી છોડી ગયો. તેનો રમતમાંથી વોકઓવર જાહેર કરાતાં પહેલા રાઉન્ડના વિજેતા બીજા રાઉન્ડમાં વિજેતા જાહેર થયા!!
ત્રીજા અને છેલ્લાં રાઉન્ડમાં ક્રિકેટર, એકટર અને સિંગરઅને પહેલા બે રાઉન્ડના વિજેતા વચ્ચે હરીફાઇ!!
આખલાંએ રન અપ પરથી ફાસ્ટ બોલરની જેમ દોડવાનું શરૂ્ કર્યું! આખલાનો યોર્કર સીધો ક્રિકેટરના ભોડા પર પડયો. ક્રિકેટર હિટ વિકેટ થઇ આઉટ થયો. એકટર પણ કકકિરણ્ કક કરતો આફટ થયો!! સિંગરના ગળામાંથી દિલ કે અરમાન આંસુઓ મેં રહ ગયે સિવાય કશું ન નીકળ્યું . છેવટે પહેલાં-બીજા રાઉન્ડનો વિજેતા ત્રીજા રાઇન્ડમાં વિજેતા જાહેર થયા.
કોણ છે? શું વ્યવસાય છે -એવા સવાલો તમારા મનમાં ફટાકડાની જેમ ફડફડ તડફડ થતા હશે.એ મહાનુભાવ ગેંડાની ચામડી ધરાવતા અને સી.ઇ.એટ ટાયરના પ્રમોશનો આઇકોન ગેંડા જેવા નેતાજી હતા. જે બોર્ન ટફ છે.જેમને ખુરશીમાંથી ગગડાવવા ઇચ્છુકોને સહેજે મચક આપ્યા વિના ખુરશી જાળવી રાખવામાં અવ્વલ નંબર મેળવ્યો છે!!!
બોલો ગેંડેલાલ કી!!!
– ભરત વૈષ્ણવ