મુંબઈમાં દાઉદની ડીકંપની પર ૨૦થી વધુ જગ્યાએ દરોડા

40

ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમની ડીકંપની પર દ્ગૈંછની મોટી કાર્યવાહી : ફેબ્રુઆરીમાં ગૃહ મંત્રાલયે દાઉદ સાથે જોડાયેલી તપાસ NIA ને સોંપી, ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર્સ દાઉદ સાથે જોડાયેલા હતા અને દ્ગૈંછએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો
મુંબઈ,તા.૯
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પાકિસ્તાન સ્થિત ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓ અને કેટલાક હવાલા ઓપરેટરો વિરુદ્ધ મુંબઈમાં એક ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. દ્ગૈંછએ નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજાર અને અન્ય વિસ્તારોમાં અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સહયોગીઓના સ્થળો પર આ કાર્યવાહી કરી છે. ઘણા હવાલા ઓપરેટરો અને ડ્રગ પેડલર્સ દાઉદ સાથે જોડાયેલા હતા અને NIAએ ફેબ્રુઆરીમાં આ મામલે કેસ નોંધ્યો હતો. જે સંદર્ભે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, અંડરવર્લ્‌ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી-કંપનીને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી સંગઠન જાહેર કરીને પ્રતિબંધિત કરવામાં આવ્યું છે. ૨૦૦૩માં, યુનાઈટેડ નેશન્સે ૧૯૯૩ના મુંબઈ વિસ્ફોટોના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહીમને વૈશ્વિક આતંકવાદી તરીકે નિયુક્ત કર્યા અને તેના માથા પર ૨૫ મિલિયન ડોલરનું ઈનામ રાખ્યું છે.NIA ના સૂત્રોના જણાવ્યા અનુસાર, જે કેસમાં આ દરોડો પડ્યો છે, તે જ કેસમાં દ્ગઝ્રઁ નેતા અને મહારાષ્ટ્રની મહા વિકાસ આઘાડી સરકારમાં મંત્રી નવાબ મલિકની ધરપકડ કરવામાં આવી છે. હાલ તે જેલમાં બંધ છે. દાઉદ ઈબ્રાહિમ અને તેની ડી-કંપની પર ભારતમાં ટેરર ફંડિંગ, નાર્કો ટેરર, ડ્રગ્સની દાણચોરી અને નકલી ચલણનો આરોપ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દાઉદ ઈબ્રાહિમ અને ડી-કંપનીને લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને અલ-કાયદા જેવા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે મળીને ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે દોષી ઠેરવ્યા છે. દાઉદ ઈબ્રાહિમ અને ડી-કંપની ઉપરાંત દ્ગૈંછ છોટા શકીલ, જાવેદ ચિકના, ટાઈગર મેનન, ઈકબાલ મિર્ચી (મૃતક), દાઉદની બહેન હસીના પારકર (મૃત) સાથે સંબંધિત કેસોની પણ તપાસ કરશે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleચારધામ યાત્રામાં ભાવિકોના ધસારાથી ભારે અંધાધૂંધી, ૬ દિવસમાં ૧૬નાં મોત