રાણપુરના માલણપુર ગામની સીમમાંથી પોલીસે જુગાર રમતા ૧૦ ને ઝડપી લીધા

53

માલણપુર અને બોડીયા ગામના ૧૦ ઈસમો પાસેથી પોલીસે ૩૧,૩૨૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો..
બોટાદ જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલા(IPS)એ સમગ્ર જીલ્લામાં જુગાર સહીતની ગેરકાયદેસર પ્રવૃતી નાબુદ કરવાની સુચના આપેલ હોય તેમજ ડી.વાય.એસ.પી.-એસ.કે.ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ રાણપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ-એસ.ડી.રાણા,ASI ઈન્દ્રજીતસિંહ મોરી,ગોબરભાઈ મેવાડા,ગભરૂભાઈ સરૈયા,વિશાલભાઈ વસાણી,મનહરસિંહ પરમાર સહીત પોલીસ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં રાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમ્યાન હડમતાળા ગામના પાટીયા પાસે પહોચતા બાતમી મળેલ કે માલણપુર ગામની સીમમાં કેનાલ પાસે કેટલાક ઈસમો તીનપત્તીનો હારજીત નો જુગાર રમી રહ્યા છે જે બાતમી ને આધારે રાણપુર પોલીસે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા જુગાર રમતા ૧૦ ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા જેમાં બિજલભાઈ મથુરભાઈ ઝાપડીયા રહે.માલણપુર,ખોડાભાઈ કુબેરભાઈ મિઠાપરા રહે.બોડીયા,રણજીતભાઈ ઉકાભાઈ મકવાણા રહે.બોડીયા,સુરેશભાઈ કરમસીભાઈ મિઠાપરા રહે.બોડીયા,રાજેશભાઈ જોરૂભાઈ મકવાણા રહે.બોડીયા,હરજીભાઈ મનજીભાઈ ગોહિલ રહે.માલણપુર,જગદીશભાઈ ઉકાભાઈ મકવાણા રહે.બોડીયા,ઘનશ્યામભાઈ વિરાભાઈ ઘાઘરેટીયા રહે.માલણપુર,સંજયભાઇ ભીખાભાઈ ઘાઘરેટીયા રહે.માલણપુર,કાનજીભાઈ રામજીભાઈ લીંબડીયા રહે.બોડીયા આ તમામ ઈસમો પાસેથી પોલીસે કુલ ૩૧,૩૨૦ રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ રાણપુર પી.એસ.આઈ-એસ.ડી.રાણા કરી રહ્યા છે..

Previous articleઓઈલની વધતી કિંમત ૧૯૭૦ના દાયકાની યાદ અપાવી શકે છેઃIMF
Next articleરાણપુરમાં મિલેટ્રી રોડ ઉપર કાર અને બાઈક વચ્ચે અકસ્માત 2 લોકો ઈજાગ્રસ્ત