સિહોરમાં હરબાઈ માતાજી તથા અંબાજી માતાજીનો પાટોત્સવ

46

સિહોરમાં બાલાજીનગરમાં આવેલ સમસ્ત શ્રીમાળી સોની મુજપરા પરિવારના આરાધ્યદેવી મહાસતી હરબાઈ માતાજી તથા અંબાજી માતાજીના મંદિરમાં આજે મંગળવારે ૧૮ માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ અંતગર્ત મહાયજ્ઞ તથા ધ્વજારોપણ કરાયું હતું. બપોરે મુજપરા સખી મંડળના બહેનો દ્વારા આંનદના ગરબાના પાઠ , ભાઈઓ તથા બહેનોના દાંડીયારાસ , ગરબા યોજાશે . બાદ દાતાઓ અને મનો૨થીઓનું સન્માન થયેલ. આ સાથે માતાજીને અવનવી વાનગીઓનો અન્નકુટ ધરાશે બાદ પરિવારજનોનો મહાપ્રસાદ રાખેલ છે . કોરોનાની મહામારીના બે વર્ષ બાદ આ વર્ષે પાટોત્સવનું આયોજન કરાતા સમગ્ર પરિવારજનોમાં ભારે હર્ષોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે. પાટોત્સવમાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાત , મહારાષ્ટ્રમાંથી અનેક પરિવારજનો સહપરિવાર ઉમટી પડયા હતા.

Previous articleકાળઝાળ ગરમીમાં ઠંડક આપતાં એક નવાં સરનામાનો ઉમેરો થયો
Next articleમલાઈકા અરોરાએ પૂર્વ પતિ અરબાઝ ખાનના કર્યા વખાણ