ગેરકાયદેસર સિંહ દર્શન કરતા ૭ શખ્સો પકડાયા છે. આ ૭ પૈકી ૩ શખ્સો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જો કે આ તમામ શખ્સોને આજે ગીર ગઢડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે ગીર ગઢડાના બાબરીયા રેન્જના જંગલ વિસ્તારમાંથી પકડાયા ૭ શખ્સોને જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યા નિવદેન આપતી વખતે ૬ શખ્સોને ઢોર માર મારવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. નિવેદન આપતી વખતે આ ૬ શખ્સોનું કહેવું છે કે વનવિભાગ દ્વારા અમારી પાસેથી લાંચ માગવામાં આવી હતી અને અમને ઢોરમાર માર્યો હતો. કોર્ટે આ તમામ લોકોની દલીલ સાંભળીને કોર્ટે ગીર ગઢડા પોલીસને સોંપ્યા હતા. જેથી પોલીસ આ તમામ શખ્સોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ હતી. જ્યા તમામની સારવાર ચાલી રહી છે. હાલ તો પોલીસ હવે આ સમગ્ર મામલે ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે કે થોડા દિવસ પહેલા જ જંગલમાં ગૌવંશને બાંધીને ગેરકાયદે સિંહદર્શન કરતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો હતો. ગેરકાયસર સિંહ દર્શન કરાવવા માટે એક ગાયને જંગલની વચ્ચે બાંધવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો હતો.