તારીખ ૧૧-૫-૨૦૨૨ ના રોજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આયજિત એકાદશી પર્વ અંતર્ગત સાહિત્ય, સંગીત અને શિક્ષણ એવોર્ડનુ આયોજન કરાયું હતું,
જેમાં પૂજ્ય મોરારીબાપૂ, જાણીતા ઉધોપતિઓ અને સમાજ સેવક પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા તેમજ ગુજરાતી સાહિત્ય જગતના વિનોદ જોષી, જયંતીભાઈ ગોહેલ, પ્રણવ પંડ્યા તેમજ નેહલ ગઢવી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે પાર્શ્વ ગાયક જયદેવ ગોસાઈને રાવજીભાઈ પટેલ સંગીત યુવા પ્રતિભા અવોર્ડ એનાયાત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરુઆતમા જયદેવ ગોસાઇએ તુલસીદાસ રચિત જય જય જગ જનની સ્તુતિ તેમજ રાવજીભાઈ પટેલ રચિત તમે રે તિલક રાજા રામ ના… રચનાનું ગાન કરી મોરારીબાપુ સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવોની દાદ લીધી હતી. ઉલ્લેખનીય છે કે વિશ્વના ૧૨૨ દેશોમાં આ સમગ્ર કાર્યક્રમનુ જીવંત પ્રસારણ આસ્થા ચેનલ પર કરવામાં આવ્યું હતું.