મુંબઈ, તા.૧૨
ઈન્ડિયન આઈડલ ૧૨ની કન્ટેસ્ટન્ટ અનુષ્કા બેનર્જી યાદ છે? ભલે તે સિંગિંગ રિયાલિટી શો ન જીતી શકી હોય પરંતુ ટેલેન્ટના કારણે તે સોશિયલ મીડિયા પર ખાસ્સી જાણીતી છે. શોના અધવચ્ચેથી બહાર થયા બાદ પણ તેનો કરિયર ગ્રાફ દિવસને દિવસે ઉંચો જઈ રહ્યો છે. આજે તે માત્ર પ્લેબેક સિંગર જ નહીં પરંતુ એક્ટર પણ બની ગઈ છે. હાલમાં અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પ્રોફેશનલ વર્ક ફ્રંટ, અરુણિતા કાંજીલાલ અને પવનદીપ રાજન વચ્ચેના સંબંધો તેમજ તેના મમ્મી અમિતાભ બચ્ચનની કેટલી મોટી ફેન છે તે વિશે વાત કરી હતી. આ સિવાય તે પોતાની તસવીરો કાસ્ટિંગ ડિરેક્ટર્સ અને ફિલ્મમેકર્સને મોકલી રહી છે કેમ તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. મારી મમ્મી હંમેશાથી મને એક્ટિંગ કરતી જોવા ઈચ્છતી હતી. હકીકતમાં, ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે મે મોડલિંગ કર્યું હતું. તેથી, કેટલાક પ્રોજેક્ટમાં એક્ટિંગ પણ કરી છે. કોણ ન થાય? હું ઉદાસ થઈ હતી. હકીકતમાં, હું મારું ફેવરિટ સોન્ગ ’હમ દિલ દે ચૂકે સનમ’ ગાયા બાદ બહાર થઈ હતી. પરંતુ મારા મમ્મી અને પપ્પાએ મને શીખવ્યું છે કે જીવનમાં આવતા અવરોધોને સફળતાના પગથિયાં ગણવા. તેઓ કહે છે કે, અવરોધોના પરિમાણો પર પરિસ્થિતિઓનો નિર્ણય ન કરવો જોઈએ. જ્યારે સિંગિંગની વાત આવે ત્યારે તેઓ ગજબ છે. તેઓ ક્લોઝ ફ્રેન્ડ્સ છે. પરંતુ આનાથી વધારે મેં અરુણિતાને પૂછ્યું નથી. અમે સામાન્ય રીતે માત્ર મ્યૂઝિક અને બંગાળી પરિવાર વિશે વાતો કરીએ છીએ. આ તેમની અંગત બાબત છે. જો કોઈને આ વિશે વાત કરવી હોય તો બંનેમાંથી એક હોઈ શકે. જે થઈ રહ્યું છે તે થવા દો. હું તો આમા જ માનું છું અને તેથી પૂછ્યું નથી. અમિતાભ બચ્ચન. મારી મમ્મી તેમની મોટી ફેન છે. આજે પણ છે. તેના કારણે જ મેં તેમની ફિલ્મો જોઈ છે અને હું પણ મારી મમ્મીની જેમ તેમની મોટી ફેન બની ગઈ છું.