આઇસીઆઇસીઆઈ બેંકની સંપૂર્ણ માલિકીની પેટાકંપની આઇસીઆઇસીઆઈ હોમ ફાઇનાન્સ કંપની (એચએફસી) લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે, તે આગામી ૩થી ૪ વર્ષમાં રૂ. ૩૦૦૦ કરોડની લોનનું વિતરણ કરશે, જેનો લાભ મુખ્યત્વે ગુજરાતમાં એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને મળશે. આગામી કેટલાંક મહિનાઓમાં કંપની ગુજરાતમાં સુરેન્દ્રનગર, વાપી, ભરૂચ, મહેસાણા, આણંદ અને રાજકોટ સહિત કુલ ૧૨ બ્રાન્ચ ખોલવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત સમગ્ર ભારતમાં આગામી કેટલાંક વર્ષોમાં લગભગ ૧૫૦ બ્રાન્ચ ખોલવાની પણ યોજના છે.
તાજેતરમાં કન્ઝ્યુમર ફાઇનાન્સ બિઝનેસમાં પ્રવેશ કરનાર કંપની આગામી ૩થી ૪ વર્ષમાં રાજ્યમાં આ પોર્ટફોલિયો વધારીને રૂ. ૩૦૦ કરોડ કરશે. કંપનીએ તેનાં કન્ઝ્યુમર ફાઇનાન્સ બિઝનેસ માટે અગ્રણી કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્ટોર્સ સાથે જોડાણ કર્યું છે. ઉપરાંત તે કામગીરી વધારવા રાજ્ય મુજબ અન્ય મોટાં રાજ્ય મુજબ રિટેલર્સ સાથે જોડાણ કરશે. કંપની વર્તમાન નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસિકગાળા સુધીમાં ગુજરાતમાં રૂ. ૨૦૦ કરોડની લોન વિતરણની યોજના ધરાવે છે.
આઇસીઆઇસીઆઈ એચએફસીનાં એમડી અને સીઇઓ શ્રી અનિરુદ્ધ કામાણીએ કંપનીની યોજના વિશે કહ્યું હતું કે, “આઇસીઆઇસીઆઈ એચએફસીનો ઉદ્દેશ એફોર્ડેબલ હાઉસિંગ અને કન્ઝયુમર ડ્યુરેબલ્સ ફાઇનાન્સ સેગમેન્ટમાં ટેકનોલોજી સંચાલિત ઉત્પાદનો ઓફર કરીને ઝડપથી વૃદ્ધિ કરે છે. વર્ષ ૨૦૨૨ સુધી તમામને ઘરનું ઘર પૂરું પાડવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનનો ઉદ્દેશ સમાજનાં મોટાં વર્ગનાં લોકોને તેમનું પોતાની માલિકીનું ઘર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો છે. આ સ્વપ્ન સાકાર કરવામાં પ્રદાન કરવાની અમારી મહત્ત્વાકાંક્ષા છે.