નવીદિલ્હી,તા.૧૬
ભારતીય ક્રિકેટ બોર્ડે મહિલા ટી૨૦ ચેલેન્જ માટે ટીમોની જાહેરાત કરી દીધી છે. મહિલા ટી૨૦ ચેલેન્જ ૨૦૨૨ સીઝન માટે હરમનપ્રીત કૌરને સુપરનોવાઝની, સ્મૃતિ મંધાનાને ટ્રેલબ્લેઝર અને દીપ્તિ શર્માને વેલોસિટી ટીમની કમાન સોંપવામાં આવી છે. અખિલ ભારતીય મહિલા પસંદગી સમિતિએ આ ૩ ટીમની ખેલાડીઓની પસંદગી કરી છે. દરેક ટીમમાં ૧૬ ખેલાડીઓને પસંદ કરવામાં આવી છે. મહિલા ટી૨૦ ચેલેન્જનું આયોજન ૨૩થી ૨૮ મે વચ્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવશે. બીસીસીઆઈ આ સીઝન કુલ ચાર મેચોનું આયોજન આ ટૂર્નામેન્ટ દરમિયાન કરવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડે જાહેરાત કરી હતી કે આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝના કુલ ૧૨ વિદેશી ખેલાડી આ મહિલા ટી૨૦ ચેલેન્જમાં ભાગ લેશે. મહિલા ટી૨૦ ચેલેન્જની શરૂઆત ૨૩ મેએ સુપરનોવાઝ અને ટ્રેલબ્લેજર વચ્ચે રમાનારા મુકાબલાથી થશે. આ સીઝનની ત્રણ મેચ સાંજે ૭.૩૦ કલાકે શરૂ થશે, જ્યારે ૨૩ મેએ સુપરનોવાઝ અને વેલોસિટી વચ્ચે રમાનારી મેચ બપોરે ૩.૩૦ કલાકે રમાશે. ત્રીજી મેચ ૨૬ મેએ વેલોસિટી અને ટ્રેલબ્લેજર વચ્ચે હશે. ફાઇનલ ૨૮ મેએ રમાશે. તો અનુભવી મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામીને આ ટૂર્નામેન્ટથી આરામ આપવામાં આવ્યો છે. મહિલા ટી૨૦ ચેલેન્જ ૨૦૨૨ની ટીમો વેલોસિટીઃ દીપ્તિ શર્મા (કેપ્ટન), સ્નેહ રાણા, શેફાલી વર્મા, અયાબોંગા ખાકા, કેપી નવગીર, કેથરીન ક્રોસ, કીર્તિ જેમ્સ, લોકા વોલવાર્ટ, માયા સોનવણે, નત્થાકન ચંમત, રાધા યાદવ, આરતી કેદાર, શિવલી શિંદે, સિમરન બહાદુર, યાસ્તિકા ભાટિયા, પ્રવણી ચંદ્રા. સુપર નોવાઝઃ હરમનપ્રીત કૌર (કેપ્ટન), તાનિયા ભાટિયા, એલાના કિંગ, આયુષી સોની, ચંદૂ વી, ડિએંડ્રા ડોટિન, હરલીન દેઓલ, મેઘના સિંહ, મોનિકા પટેલ, મુસ્કાન મલિક, પૂજા વસ્ત્રાકર, પ્રિયા પુનિયા, રાશિ કનૌજિયા, સોફી એક્લેસ્ટોન, સુને લુસ, માનસી જોશી. ટ્રેલબ્લેજરઃ સ્મૃતિ મંધાના (કેપ્ટન), પૂનમ યાદવ, અરૂંધતિ રેડ્ડી, હેલી મેથ્યૂઝ, જેમિમાહ રોડ્રિગ્સ, પ્રિયંકા પ્રિયદર્શિની, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ, ઋચા ઘોષ, એસ મેઘના, સૈકા ઇશાક, સલમા ખાતૂન, શર્મિન અખ્તર, સોફિયા બ્રાઉન, સુજાતા મલિક, એસબી પોખરકર.