સ્વામી નિર્દોષાનંદ હોસ્પિ.નાં લાભાર્થે ૧૧૩૫ બોટલ રક્ત એકત્રીત કરાયું

984

 

 

ઉમરાળા તાલુકાના ટીબીની સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે સુરત મારુતિ ધૂન મંડળ આયોજિત ભાગવત મોક્ષ ગાથા વિદ્વાન વક્તા જીજ્ઞેશદાદા રાધે રાધેના વ્યાસાસને ભાગવત કથા ગં સ્વ બહેનોના લાભાર્થે ચાલતી કથા સંકુલમાં યુવાનો દ્વારા અદભુત કાર્ય યોગીચોક સુરત ખાતે તા૧૯/૫ નારોજ યોજાયેલ મહા રક્તદાન કેમ્પ માં ૧૧૩૫ બોટલ રક્ત એકત્રિત થયું. માનવસેવા માટે તત્પર રહેતા યુવાનો દ્વારા સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ ટીબીના દર્દી નારાયણો માટે ૧૧૩૫ બોટલ રક્તદાન કરી સૌરાષ્ટ્ર માટે સુંદર કાર્ય કર્યું કથા લોકો ના હદય માં બેચાડતા વક્તા જીજ્ઞેશદાદા રાધે રાધે દ્વારા યુવાનોની સેવાની સરાહના કરાય હતી માનવ સેવા જ માધવ સેવા ને સાર્થક કરતા મારુતિ ધૂન મંડળ દ્વારા ગંસ્વ બહેનો ના પરિવાર ને બારમાસ ચાલે તેવી રાશન કીટ વિતરણ કરવાના ભગીરથ કાર્ય માટે કથા નું આયોજન કરાયું તેમાં વધુ માનવ સેવા કઈ રીતે થઈ શકે ? તે યુક્તિ એ ચાલતા ધૂન મંડળની માનવ સેવા ની ધૂન દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ કાર્ય કર્યું

Previous articleબોટાદ જિલ્લામા કપરી ગરમી વચ્ચે પણ રોજા રાખી થાય છે ખુદાની બંદગી
Next articleમનરેગાના લાભાર્થીઓને ઠંડી છાશનું વિતરણ