પ્રકૃતિની ગોદમાં અલૌકિક સ્વયંભુ બિરાજમાન ભગવાન તુલસીશ્યામના ધામે પ્રદેશ કિસાન સંઘના હોદ્દેદારોની ખેડૂતલક્ષી બાબતો માટે અને ખેડૂતોને સરકાર દ્વારા અન્યાય બાબતે આગામી દિવસોમાં રણનીતિ ઘડાશે અને જરૂરત પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે જવા અમારો કોઈ નેતા ગમે તે જિલ્લામાંથી કે કોઈપણ તાલુકાના ગામડામાંથી ખેડૂતનો અન્યાય બાબતે અવાજ ઉઠશે તો ગુજરાત પ્રદેશ ચુપ નહીં રહે તેમજ ખેડૂતોને ખેત જણસોના ભાવો ખેડૂતના ઘરમાં આવે ત્યારે તોડી નંખાય છે શા માટે આ બાબતે ઘણી બધી ચર્ચાઓ કરતા પ્રદેશ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રા, મહામંત્રી બી.કે. પટેલ, અમરેલી જિલ્લાભરના આગેવાનો, પ્રદેશ ડેલીગેટ ધીરૂભાઈ ધાખડા, બાબભાઈ વરૂ, રાજુલા તાલુકા પ્રમુખ વાલાભાઈ ધાખડા, અગ્રણી વીરાભાઈ ધાખડા, મહામંત્રી મંગળુભાઈ ધાખડા, ઉપપ્રમુખ દેવાતભાઈ હડીયા, જાફરાબાદ તાલુકા પ્રમુખ ભગવાનભાઈ (કડીયાળીા), મંત્રી પ્રતાપભાઈ વરૂ સાથે જિલ્લા કિસાન સંઘ વિનુભાઈ દુધાત હાજર રહી ગુજરાત નહીં પુરા ભારત વર્ષના કિસાનોની દરેક વાતે રક્ષા કરે અને કેન્દ્ર સરકાર તરફથી ખેડૂત જગતનો તાત જય જવાન અને જય કિસાનના સુત્રને સાર્થક કરે તેમ અંતમાં જણાવાયું હતું.