રાણપુરના નાગનેશ ગામે મંત્રી કિરીટસિંહ રાણાએ રામજી મંદિરના દર્શન કરી ગ્રામજનોને મળ્યા

63

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ ખાતે તાજેતરમાં મહાયજ્ઞ તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જે સંદર્ભે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ મંદિરની મૂલાકાત લીધી હતી. આ પ્રસંગે મંત્રીએ ભગવાનશ્રી રામના દર્શન કર્યા હતા તેમજ ગ્રામજનો સાથે મૂલાકાત લીધી હતી તથા તાજેતરમાં યોજાયેલા યજ્ઞ, જુદા જુદા કાર્યક્રમો તેમજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના ભવ્ય આયોજન માટે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે શ્રી મોટા રામજી મંદિરના મહંતશ્રી પતિતપાવનદાસ બાપુના દર્શન કરી આર્શિવચન મેળવ્યા હતા. આ પ્રસંગે રાજભા સહિતના આગેવાનો તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિસ્ત રહ્યા હતા.
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Previous articleહેરીટેજ હીરોસ ક્લબ દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ કરી, મહારાજાને ભારત રત્ન આપવામાં આવે તેવી માંગ
Next articleનેક નામદાર કૃષ્ણકુમારસિંહજીનો જન્મ દિવસ : તેમણે આપેલી ‘ભેટ’ કાયમ રહેશે