ભાવનગરની જાહેર જનતા માટે પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા પરમાર્થ ફાર્મસીની સ્થાપના કરવામાં આવેલ. જેનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને ખૂબ જ ઓછા દરે દવાઓ ઉપલબ્ધ થાય.
પરમાર્થ ફાર્મસીના લોકાર્પણ પ્રસંગે તા.ર૦ મેના રોજ યશવંતરાય ખાતે કરવામાં આવેલ. તદ્દઉપરાંત જગદિશભાઈ ત્રિવેદીના સાનિધ્યમાં જાહેર જનતા માટે હાસ્ય થેરાપી અને સૌથી મોટી કિડની હોસ્પિટલ અમદાવાદના સર્જક ડો.એચ.એલ. ત્રિવેદીની આત્મકથા (પુરૂષાર્થ પોતાનો પ્રસાદ પ્રભુનો)ની સંક્ષિપ્ત આવૃત્તિનું વિમોચન થયેલ.
આ લોકભાગીદારીના કાર્યક્રમમાં ભાવનગરના આશરે ૮૦૦થી વધુ જનતાએ લાભ લીધેલ.
આ કાર્યક્રમમાં ડો.કનુભાઈ કલસરીયા (સદભાવના હોસ્પિટલ), ડો.વિરેન ત્રિવેદી (કિડની હોસ્પિટલ, અમદાવાદ) તેમજ ડો.વિનોદભાઈ જોશી (જાણીતા સાહિત્યકાર) વિશેષ હાજર રહેલ હતા.
કાર્યક્રમ દરમિયાન હાસ્ય થેરાપીની સાથે સાથે દવાઓ વિશેની માહિતીથી તેમજ પરમાર્થ ફાઉન્ડેશનની અલગ અલગ પ્રવૃત્તિઓ વિશે જાહેર જનતાને માહિતગાર કરવામાં આવેલ સાથે સાથે મુરબ્બી જનાર્દનભાઈ ભટ્ટ દ્વારા શહિદ સૈનિક પરિવાર માટે રોજના ૧ રૂપિયા લેખે દાન આપવા અપીલ કરેલ હતી.
વિશેષમાં જગદિશભાઈ ત્રિવેદીના દ્વારા રૂપિયા એક લાખનું ડોનેશન પરમાર્થ ફાઉન્ડેશનને આપવામાં આવેલ હતું અને તેઓએ આ ભગીરથ કાર્ય સફળ બને તે માટે જાહેર જનતાને હાકલ કરેલ હતી.