સિહોર માં થોડા દિવસો પહેલા બનેલ ફૂડ પોઈઝન ઘટના બાદ નગરપાલિકા તંત્ર દ્વારા મિઠાઈ દુધ દહીં છાસ જેવા ખાધ્ય પદાર્થો ની દુકાનો માં સઘન ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સિહોર નગરપાલિકા ના ચીફ ઓફિસર શ્રી બી.એચ.મારકણા દ્વારા આજે શહેરની મિઠાઈ ઓની દુકાનો અને વખારો ત્થા મિઠાઈ શ્રીખંડ મઠો તેમજ અન્ય ચીજ વસ્તુઓ બનાવવા માટે ની ભઠ્ઠી ઓ રૂમો માં ચેકીંગ કરવા માં આવ્યું અને ડંડ પણ ફટકારવામાં આવ્યો જેમાં અખાધ્ય લાગતી વસ્તુઓ નો નાશ કરવામાં આવ્યો આ કામગીરી માં ચીફ ઓફિસર મારકણા તેમજ વિજય વ્યાસ, આનંદ રાણા, જય મકવાણા, ધર્મેન્દ્ર ચાવડા. વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટ મૂળશંકર જાળેલા સિહોર..