ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પિતા બન્યો

41

મુંબઇ,તા.૨૩
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસન પિતા બની ગયા છે. ૨૨ મેના રોજ કેન વિલિયમસે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે તેમની પાર્ટનર સારા રહીમે એક પુત્રને જન્મ આપ્યો છે. આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. કેન વિલિયમસન, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ માં સનરાઇઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યા હતા, તે ટૂર્નામેન્ટ સમાપ્ત થાય તે પહેલા ઘરે પરત ફર્યા. બાળકની ડિલિવરી થવાને કારણે તે વહેલો પરત ફર્યા હતા જેના કારણે સનરાઇઝર્સ હૈદરાબાદની છેલ્લી મેચમાં ભુવનેશ્વર કુમારે ટીમની કમાન સંભાળી હતી.કેન વિલિયમસને તેના ઈન્સ્ટાગ્રામ ફેમિલી સાથે તસવીર શેર કરી અને લખ્યું કે ુરહટ્ઠે લિટલ મેનનું સ્વાગત છે. કેન અને સારાહનું આ બીજું સંતાન છે, આ પહેલા બંનેને મેગી નામની પુત્રી છે. જો આપણે કેન વિલિયમસનની આઈપીએલ સીઝન વિશે વાત કરીએ, તો તે તેમના માટે વધુ સારું રહ્યું નથી. બેટ્‌સમેન તરીકે અને કેપ્ટન તરીકે તે સદંતર નિષ્ફળ સાબિત થયા. કેન વિલિયમસને આ સિઝનમાં ૧૩ મેચમાં ૨૧૬ રન બનાવ્યા, જે દરમિયાન તેની એવરેજ ૨૦થી ઓછી રહી. તેમજ સ્ટ્રાઈક રેટ ૧૦૦થી નીચે રહ્યો હતો.બીજી તરફ જો સનરાઇઝર્સ હૈદરાબાદની વાત કરીએ તો ટીમે આ સિઝનમાં ખૂબ જ સરેરાશ પ્રદર્શન કર્યું હતું. સનરાઈઝર્સ હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ૮મા નંબરે સિઝન પૂરી કરી. ટીમે આ વર્ષે ૧૪ મેચ રમી જેમાં ૬ જીત અને ૮ હારનો સમાવેશ થાય છે. ટીમના માત્ર ૧૨ પોઈન્ટ હતા અને તે પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

Previous articleશૈલેષ બાદ બબીતાજી પણ કરશે તારક મેહતાને બાય બાય
Next articleમેડીકલમાં પોસ્ટ ગ્રેજયુએટ કરતા જુનિયર ડોકટર માટે નવા શપથ-આઇ શપથ!!! (બખડ જંતર)