ચિત્રા જીઆઇડીસીમાંથી બે રિક્ષામાં લવાતો દોઢ લાખનો રેશનિંગનો જથ્થો કરાયો સીઝ

71

ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી ભાવનગર ગ્રામ્ય પુરવઠા વિભાગની ટીમ દ્વારા બે રિક્ષામાંથી દોઢ લાખનો બિનહિસાબી ચોખાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ભાવનગર ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં વારંવાર બિનહિસાબી રેશનીંગનો જથ્થો પુરવઠા વિભાગ દ્વારા પકડી પાડવામાં આવે છે પરંતુ તેના મૂળ સુધી પહોંચવામાં તંત્ર નિષ્ક્રિય સાબિત થયું છે.

શહેરના ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાંથી શંકાના આધારે ભાવનગર ગ્રામ્ય પુરવઠા વિભાગની ટીમ દ્વારા બે રિક્ષાને રોકીને એ એમાં તપાસ કરવામાં આવતા ૫૪૬ કિલો ઘઉં અને ૪૦૮ કિલો ચોખા બિનહિસાબી મળી આવતા તેમને સીઝ કરવામાં આવ્યા હતા. ફુલ ૧૫૦૭૬૪ નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. અગાઉ પણ ચિત્રા જીઆઇડીસી વિસ્તારમાં આટા મીલમાંથી બિનહિસાબી જથ્થો મળી આવ્યો હતો. જેમાં તે જથ્થો રેશનિંગ હોવાનું તંત્ર દ્વારા સાબિત કરી શકાયું ન હતું ત્યારે મળેલા ઘઉં અને ચોખાનો જથ્થો પણ પ્રથમ દ્રષ્ટિએ રેશનીંગના હોવાનું બહાર આવ્યું છે.

Previous articleઉંચડી નજીક છકડો અને બાઈકનો અકસ્માત થતા બેના મોત : ઇજાગ્રસ્ત પૈકી ત્રણ ગંભીર
Next articleતળાજા શેત્રુંજી નદીના પટમાંથી અજાણ્યા યુવાનની મળેલી લાશ