હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે ૧.૬૩ કરોડની છેતરપિંડી કરી

44

મુંબઇ,તા.૨૪
ભારતના સ્ટાર વિકેટકીપર બેટ્‌સમેન રિષભ પંત સાથે હરિયાણાના એક ક્રિકેટરે ૧.૬૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. પંતને મૃણાક સિંહે છેતર્યા છે, જેમણે પંતને સારી કિંમતે મોંઘી ઘડિયાળ આપવાની ઓફર કરી હતી. આ ઉપરાંત મૃણાકે પંત પાસેથી દાગીના સહિતની વૈભવી વસ્તુઓ પણ લીધી હતી જે તેણે પરત કરી ન હતી.મૃણાક હાલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે. એક વેપારી સાથે છેતરપિંડી કરવા બદલ જુહુ પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. ઋષભ પંતના વકીલ એકલવ્ય દ્વિવેદીએ સમગ્ર મામલાની માહિતી શેર કરી છે.એકલવ્ય દ્વિવેદીએ જણાવ્યું હતું કે, “આ મૂળભૂત રીતે નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટ હેઠળનો કેસ છે જ્યાં આરોપી શ્રી મૃણાક સિંહ દ્વારા આપવામાં આવેલ ચેક અપૂરતા ભંડોળને કારણે અમાન્ય બની ગયો છે. મૃણાક પંતને કહે છે કે તેણે લક્ઝરી ઘડિયાળો, બેગ, જ્વેલરી ખરીદવા અને વેચવાનો બિઝનેસ શરૂ કર્યો છે. તેણે પંતને ખોટા વચનો આપ્યા કે તે તેના માટે ખૂબ જ સસ્તા ભાવે લક્ઝરી ઘડિયાળો અને અન્ય વસ્તુઓ ખરીદી શકશે. દ્વિવેદીએ વધુમાં કહ્યું, ‘આ પછી પંતે મૃણાક સિંહને મોટી રકમ ટ્રાન્સફર કરી. આ સાથે, તેણે મૃણાકને કેટલીક કિંમતી વસ્તુઓ પણ આપી, જેથી તે તે વસ્તુઓને ફરીથી વેચી શકે અને પંતને મોટો નફો આપી શકે. બાદમાં જ્યારે મામલો આગળ વધ્યો ત્યારે અમે તેને લીગલ નોટિસ આપી હતી. આ પછી, ૧.૬૩ કરોડ રૂપિયા પરત કરવા માટે પરસ્પર કરાર થયો, જેના માટે શ્રી મૃણાક સિંહે અમને ચેક આપ્યો. જ્યારે અમે આ ચેક બેંક અધિકારીઓને રજૂ કર્યો, ત્યારે અમને રિટર્ન મેમો મળ્યો જેમાં જણાવ્યું હતું કે અપૂરતા ભંડોળને કારણે ચેક બાઉન્સ થયો હતો.
દ્વિવેદીએ કહ્યું કે, વ્યાજ સહિત, ફેબ્રુઆરી ૨૦૨૧માં ચેક બાઉન્સ થતાં આ રકમ રૂ. ૧.૮ થી વધીને ૧.૯ કરોડ થઈ ગઈ છે. દ્વિવેદીએ કહ્યું, ‘તે મેજિસ્ટ્રેટ સમક્ષ કેસની અગાઉની સુનાવણીમાં હાજર ન હતા. તેથી, મેજિસ્ટ્રેટે ત્યાંના એસએચઓને આદેશ આપ્યો છે કે તેઓ ૧૯ જુલાઈના રોજ આરોપીને વર્ચ્યુઅલ રીતે હાજર કરે. તે દિવસે તે હાજર રહેશે અને તેનું નિવેદન નોંધવામાં આવશે.

Previous articleદયાબેન ઉલ્ટા ચશ્મામાં ટૂંક સમયમાં જોવા મળશે
Next articleરાજુ રદી જગતનો પ્રથમ ઉધાડપગો વરરાજા બન્યો (બખડ જંતર)