સમાજ માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે કે સંતાન દીકરો છે કે દીકરી તે મહત્વનું નથી ઉછેર અને સંસ્કાર કેવા મળે છે તે મહત્વનું છે
ભાવનગર જિલ્લાના હળીયાદ (વાવડી) ગામના ભરતસિંહ ભવાનીસિંહ રાયજાદા નું તા.23-5-22 સોમવારના રોજ અવસાન થતા તેમની ત્રણ દીકરીઓ આરતીબેન મૌલિકભાઈ પાઠક, સીમાબેન આશુતોષભાઈ પાઠક તથા પારૂલબેન રાયજાદાએ પિતાની નશ્વર દેહને કાંધ આપી સિંધુનગર સ્મશાન ખાતે મુખાગ્ની આપી હતી.
હવેના યુગમાં દીકરી પણ દીકરા સમાન છે. સમાંતરે આપણને એના ઉદાહરણ મળતા રહે છે. સ્વ. ભરતસિંહ ભવાનીસિંહ રાયજાદા ગામ હળીયાદ (વાવડી) હાલ ભાવનગરએ એક્સેલ ઇન્ડસ્ટ્રી મિકેનિકલ વિભાગનાં નિવૃત્ત કર્મચારી હતા. સંતાનમાં તેમને ત્રણ દીકરીઓ છે. તા.23 મે નાં રોજ તેમનું આકસ્મિક અવસાન થતા સમાજના નિયમો મુજબ તેમના પાર્થિવ દેહના અગ્નિ સંસ્કાર કરવાની જવાબદારી તેમની ત્રણ દીકરીઓ આરતીબેન મૌલિકભાઈ પાઠક, સીમાબેન આશુતોષભાઈ પાઠક તથા પારૂલબેન રાયજાદાએ ઉપાડી લીધેલ ત્રણેય દીકરીઓ એ પિતાના નશ્વર દેહને કાંધ આપી સિંધુનગર સ્મશાન ખાતે મુખાગ્ની આપી તેમણે પિતાના આત્માને ગર્વ અને શાંતિથી ભરી દીધેલ. તેમણે સમાજ માટે ઉદાહરણ પુરુ પાડ્યું છે કે સંતાન દીકરો છે કે દીકરી તે મહત્વનું નથી ઉછેર અને સંસ્કાર કેવા મળે છે તે મહત્વનું છે.