શિક્ષણ વિભાગ અને GUJCOST ના ઉપક્રમે સમર ઈન્ડકશન કેમ્પ યોજાયો

35

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ((GUJCOS) સંલગ્ન ઇનોવેશન ક્લબ હેઠળ ના રોજ એક દિવસીય સમર ઇન્ડકશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ કમિશનર એમ. નાગરાજન સાહેબ તથા જોઈન્ટ કમિશનર શ્રી નારાયણ માધુ સાહેબના માર્ગદર્શન હેઠળ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ઘોઘા, જિ.ભાવનગરના નોડલ કોલેજના આચાર્ય ડૉ. કે. ડી. ટીલવા દ્વારા તા. ૨૪/૦૫/૨૦૨૨ ના રોજ આ કેમ્પનું આયોજન શ્રીમતી ન.ચ. ગાંધી મહિલા કોલેજ ભાવનગર ખાતે રાખવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર જિલ્લાની સરકારી, અનુદાનિત કોલેજો તથા ગ્રામ વિદ્યાપીઠોની ૧૧ કોલેજોના કુલ ૧૧ અઘ્યાપકો અને ૩૯ વિદ્યાર્થીઓને શ્રી જીતેન્દ્રભાઇ આહીર દ્વારા વિવિધ DIY (Do It Yourself) KIT ના ઉપયોગ વિષે તાલીમ આપવામાં આવી હતી. જેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ આ કેમ્પમાં ઉત્સાહપુર્વક ભાગ લીધો હતો. શ્રીમતી ન.ચ. ગાંધી મહિલા કોલેજના આચાર્યા રંજનબેન ગોહિલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા તેઓનો આ કાર્યક્રમમાં પૂર્ણ સહકાર મળેલ હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇનોવેશન ક્લબ કો-ઓર્ડીનેટર પ્રો. દિપકભાઇ ગોહિલ તથા પ્રો.ડૉ. બિહાગ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ કોલેજોના કો-ઓર્ડીનેટરશ્રીઓ, શ્રી પાથેય પંડ્યા, શ્રી લાલજીભાઈ ડાભી, સગુફાબેન શેખ તથા અજયભાઇ ગોહિલ વગેરે સહયોગી રહ્યા હતા. શ્રીમતી ન.ચ. ગાંધી મહિલા કોલેજના સ્ટાફ પરિવારનો પણ વિશેષ સહયોગ મળેલ હતો.

Previous articleકંસારા પ્રોજેક્ટમાં પ્રભાવિત થયેલા ૧૯ આસામીને તરસમીયામાં પ્લોટ ફાળવાશે
Next article૩૧ મે ના રોજ વડાપ્રધાનના હિમાચલપ્રદેશના શિમલાથી લાઇવ થનાર કાર્યક્રમના આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ