નુસરત ભરૂચા ફિલ્મ રિલીઝ પહેલા વધુ બોલ્ડ થઈ ગઈ

56

મુંબઈ, તા.૨૫
અભિનેત્રી નુસરત ભરૂચાના હુસ્નના લાખો લોકો દીવાના છે. તે જ્યારે પણ પોતાની કોઈ તસવીર પોસ્ટ કરે તો તે વાયરલ થતા વાર લાગતી નથી. નુસરતે લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જે ફોટો જોઈને ફેન્સના દિલ ધકધક થવા લાગ્યા છે. નુસરત ભરૂચાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેના પર ફેન્સ ફિદા થઈ ગયા છે. તેની તસવીર પર લોકો લાઇક અને કોમેન્ટ કરી રહ્યાં છે. ફોટોમાં નુસરત ભરૂચા ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે અને તે હોટ લાગી રહી છે. દરેક તેના હુસ્નના દીવાના થઈ ગયા છે. નુસરતના લુકે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી છે. અભિનેત્રી નુસરત ભરૂચાએ ફોટોશૂટ દરમિયાન એકથી એક દમદાર પોઝ આપ્યા છે. તે ક્યારેક કાઉચ પર બેસેલી જોવા મળી રહી છે તો ક્યારેક કેમેરા સામે ઉભીને કાતિલ અદાઓ દેખાડી રહી છે. નુસરત ભરૂચાની આ ફોટોને જોઈને ફેન્સ દીનાવા થઈ ગયા છે. કોમેન્ટમાં એક યૂઝરે લખ્યું- ઉફ્ફ. બીજાએ કોમેન્ટ કરી સેક્સી. આ સિવાય યૂઝર્સ ઇમોજી દ્વારા પણ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યાં છે. અભિનેત્રી નુસરત ભરૂચા પોતાની આવનારી ફિલ્મ જનહિત મેં જારીને લઈને ચર્ચામાં છે, જે ૧૦ જૂન, ૨૦૨૨ના રિલીઝ થશે. આ સિવાય તેની પાસે અક્ષય કુમારની ફિલ્મ સેલ્ફી છે. ઇમરાન હાશમી પણ આ ફિલ્મમાં જોવા મળશે.

Previous articleધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે યોજાનાર કારકિર્દી માર્ગદર્શન સેમિનાર અંગેની તૈયારીને આખરી ઓપ અપાયો
Next articleભારતીય ક્રિકેટ ટીમમાં ઉમરાન મલિકની પસંદગી થતા ઇરફાન પઠાણ સાથે કેક કાપી ઉજવણી કરી