પ૦મો જન્મદિવસ પ૦ વૃક્ષોના વૃક્ષારોપણ સાથે દંપતિએ ઉજવ્યો

724
bvn2792017-2.jpg

ભાવનગરના એસ.ટી. સ્ટેશનની સામે આવેલ પટેલ મેડીકલ સ્ટોરવાળા કિશોરભાઈ પટેલ તેમના ધર્મપત્ની નીતાબેન સાથે છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકામાં વસવાટ કરે છે. પર્યાવરણ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવતા નીતાબેન પટેલએ પોતાનો પ૦મો જન્મદિવસ કેક કાપીને નહીં પરંતુ પોતાના વતન ભાવનગરમાં પ૦ લીમડાના વૃક્ષોનું ગ્રીનસીટી સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાવી ઉજવ્યો હતો. પોતાનું વતન ભાવનગર ભારતનું ગ્રીનસીટી બને તેવી શુભેચ્છા સાથે તેમણે ગ્રીનસીટીના દેવેનભાઈ શેઠને અભિનંદન આપ્યા હતા અને તેઓ પોતાના દરેક જન્મદિવસે ભાવનગર શહેરમાં વૃક્ષારોપણ કરાવશે તેમ ગર્વ સાથે જણાવ્યું હતું.

Previous articleમાનભાઈ ભટ્ટની સ્મૃતિમાં શિશુવીહાર ખાતે શનિવારે ર૭મો નાગરિક સન્માન સમારોહ
Next articleભુંભલી શાળામાં નવરાત્રિની ઉજવણી